ભારતના દિગ્ગજ સ્પિનર હરભજન સિંહે ઈંટરનનેશલ ક્રિકેટમાંથી સંન્યાસ લેવાનુ કર્યુ એલાન

શુક્રવાર, 24 ડિસેમ્બર 2021 (15:52 IST)
ભારતના દિગ્ગજ સ્પિનર હરભજ સિંહે ઈંટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસ લેવાનુ એલાન કરી દીધુ છે. હરભજન સિંહે શુક્રવારે ટ્વીટ કરી આની માહિતી આપી. હરભન સિહ ભારત તરફથી ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ ટેસ્ટ વિકેટ લેનારા બોલરોની યાદીમાં ચોથા નંબર પર છે. હરભજન સિંહે ભારત માટે પોતાની અંતિમ ઈંટરનેશનલ મેચ 5 વર્ષ પહેલા વર્ષ 2016માં યૂએઈ વિરુદ્ધ એશિયા કપ ટી20માં રમી હતી. 

હરભજને ટ્વીટ કરીને લખ્યું, 'બધી સારી વસ્તુઓનો અંત આવે છે અને આજે હું એ રમતને વિદાય આપું છું જેણે મને જીવનમાં બધું આપ્યું છે, હું તે બધાનો આભાર માનવા માંગુ છું જેમણે 23 વર્ષની આ લાંબી યાત્રાને સુંદર અને યાદગાર બનાવી છે. તમારો ખૂબ ખૂબ આભાર, આભાર.' 41 વર્ષીય હરભજન સિંહ ભારત માટે 23 વર્ષ સુધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમ્યો હતો. હરભજને 2008માં ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ ડેબ્યુ કર્યું હતું. તેણે 1998માં શારજાહમાં ન્યૂઝીલેન્ડ સામેની ODIમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો. ભજ્જીએ 2006માં સાઉથ આફ્રિકા સામે પ્રથમ ટી20 મેચ રમી હતી.

 
હરભજન  સિંહે આઈપીએલ 2021માં કેકેઆર તરફથી રમ્યા હતા. તેઓ આઈપીએમાં મુંબઈ ઈંડિયંસ અને ચેન્નઈ સુપરકિંગ્સની તરફથી પણ રમી ચુક્યા છે. હરભજન સિંહે ભારત તરફથી 103 ટેસ્ટ મેચ રમી અને 417 વિકેટ લીધી. બીજી બાજુ વનડેની વાત કરીએ તો તેમણે ભારત તરફથી 236 વનડે મેચમાં 269 વિકેટ લીધી. બીજી બાજુ ટી20 ઈંટરનેશનલની વાત કરીએ તો ભજ્જીએ 28ટી 20માં 25 વિકેટ લીધી. 
 
મહાન બેટ્સમેન સચિન તેંડુલકરે રોહિત શર્માના વખાણ કર્યા અને કહ્યું કે ટેસ્ટ ક્રિકેટમાં 'હિટમેન' આટલો સફળ કેમ છે?

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર