IND vs SA: સંન્યાસની અટકળો પર Rivaba Jadeja એ આપ્યો જવાબ

ગુરુવાર, 16 ડિસેમ્બર 2021 (16:22 IST)
India tour of South Africa, 2021-22: ભારતીય ઓલરાઉંડર રવિન્દ્ર જડેજા (Ravindra Jadeja) સાઉથ આફ્રિકાના વિરુદ્ધ ટેસ્ટ શ્રેણીથી બહાર છે. બંને ટીમો વચ્ચે 26 ડિસેમ્બરથી પ્રથમ ટેસ્ટ રમાવાની છે. જેને મટે ટીમ ઈંડિયા જોહાન્સબર્ગ માટે રવાના થઈ ચુકી છે. રવિન્દ્ર જડેજા ન્યુઝીલેંડ વિરુદ્ધ મુંબઈમા6 બીજી ટેસ્ટ પણ રમી શક્યા નહોતા. ત્યારબાદ તેમણે સાઉથ આફ્રિકાના પ્રવાસ માટે પણ તે સિલેક્ટ થયા નહોતા. 
 
 
વિરાટ કોહલી (Virat Kohli) એ ટીમના સાઉથ આફ્રિકાના પ્રવાસ પર જતા પહેલા કહ્યુ, જડેજા ચોક્કસ રૂપે અમારા માટે ખૂબ મહત્વપૂર્ણ ખેલાડી છે. તેમનુ રમતના ત્રણેય વિભાગમાં સારુ યોગદાન  છે. જે વિશેષ રૂપથી વિદેશી પરિસ્થિતિઓમાં અમૂલ્ય છે. 
 
રવિન્દ્ર જડેજાના ટેસ્ટ ટીમમાંથી ડ્રોપ થયા પછી એવી અફવા ફેલાવવા લાગી કે જુડ્ડુ અનફિટ હોવાને કારણે તેઓ ચાર થી 6 મહિના આરામ કરી શકે છે. કેટલાક લોકોએ એવુ પણ કહી દીધુ કે રવિન્દ્ર જડેજા ટેસ્ટમાથી સંન્યાસ પર વિચાર કરી રહ્યા છે. આ મામલે રવિન્દ્ર જડેજાના પત્ની રિવાબા જડેજાએ લોકોને જવાબ આપ્યો છે. 
 
છેલ્લા બે દિવસથી ભારતીય ક્રિકેટ ટીમમાં વિરાટ કોહલી અને રોહિત શર્મા વચ્ચે ટેસ્ટ તેમજ ટી-20 અને વન-ડે ફોર્મેટમાં કેપ્ટનશિપને લગતો વિવાદ ચાલી રહ્યો છે. આ બંને ખેલાડીની વિવિધ ફોર્મેટમાં નહીં રમવાની અફવા વચ્ચે એવી પણ વાતો વહેતી થઈ છે કે વિશ્વના શ્રેષ્ઠ ઓલરાઉન્ડરોમાંનો એક રવીન્દ્ર જાડેજા પણ નિવૃત્તિ લઈ રહ્યો છે. જોકે દિવ્યભાસ્કર સાથેની એક્સક્લૂઝિવ વાતચીતમાં રવીન્દ્રની પત્ની રિવાબા જાડેજાએ આવી તમામ અફવા પર પૂર્ણવિરામ મૂકતાં કહ્યું હતું કે રવીન્દ્ર હાલ ક્રિકેટની કોઈપણ ફોર્મેટમાં નિવૃત્તિ વિશે વિચારતો નથી.
 
આ મામલે ખુદ રવિન્દ્ર જડેજાએ પણ મૌન તોડ્યુ છે. જડેજાએ પોતાના ટ્વિટર એકાઉંટ પર લખ્યુ, ફેક મિત્રો અફવાઓ પર વિશ્વાસ કરે છે. અસલી મિત્રો તમારા પર વિશ્વાસ કરે છે. 




વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર