ગુજરાત સરકાર દ્વારા મફત અને ફરજિયાત શિક્ષણના અધિકાર અધિનિયમ-૨૦૦૯ ની કલમ-૧૨(૧)(ક) હેઠળ બિનઅનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં ૨૫ ટકા મુજબ વિનામુલ્યે ધો.૧ માં નબળા અને વંચિત જુથના બાળકોને પ્રવેશ આપવાની યોજના અમલમાં છે. જે બાળકોએ તા.૧લી જુન ૨૦૨૧ ના રોજ પાંચ વર્ષ પુર્ણ કર્યા હોય તેઓ આ યોજના હેઠળ પ્રવેશપાત્ર બને છે. વર્ષઃ ૨૦૨૧-૨૨માં વલસાડ જિલ્લામાં ૨૪૬ શાળાઓ પૈકી ૮૬૫ જગ્યાણઓ આર.ટી.ઈ. એકટ અંતર્ગત પ્રવેશ મળવાપાત્ર છે.
વાલીએ ઓનલાઈન ફોર્મ ભરતી વખતે જરૂરી લાગુ પડતા આધાર પુરાવાઓ જેવા કે, જન્મમ તારીખનો દાખલો, રહેઠાણનો પુરાવો, જાતિ-કેટેગરીનો દાખલો તેમજ આવકનો દાખલો વગેરે ઓનલાઈન અપલોડ કરવાના રહેશે. ઓનલાઈન ફોર્મ પ્રિન્ટા, વાલીએ પોતાની પાસે રાખવાની રહેશે. કોવિડ-૧૯ મહામારીના કારણે ઓનલાઈન ભરેલ ફોર્મ કયાંય જમા કરવાનું રહેશે નહીં.