ભારત અને ન્યુઝીલેન્ડ (India vs New Zealand) ની વચ્ચે આજે T20 સીરીઝની બીજી મેચ રમાઈ રહી છે ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરતા ન્યુઝીલેન્ડે 20 ઓવરમાં છ વિકેટ ગુમાવીને 153 રન બનાવ્યા હતા. માર્ટિન ગુપ્ટિલ (31) અને ડેરીલ મિશેલ (31)એ ન્યૂઝીલેન્ડને તોફાની શરૂઆત અપાવી હતી. જો કે ત્યારબાદ કિવીની બેટિંગ વિખરાયેલી જોવા મળી હતી. ગુપ્ટિલ અને મિશેલ સિવાય ગ્લેન ફિલિપ્સે પણ 34 રનની શાનદાર ઇનિંગ રમી હતી. રોહિત શર્મા અને કેએલ રાહુલની અડધી સદી અને હર્ષલ પટેલની બે વિકેટની મદદથી ભારતે 16 બોલ બાકી રહેતા મેચ જીતી લીધી હતી.
ભારતે આ મેચ 7 વિકેટે જીતી લીધી હતી
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે આજે રમાયેલી T20 સીરીઝની બીજી મેચમાં ન્યુઝીલેન્ડે ન્યુઝીલેન્ડને સાત વિકેટે હરાવી ત્રણ મેચની સીરીઝ જીતી લીધી છે. ભારતને 154 રનનો ટાર્ગેટ મળ્યો હતો જે ભારતે 16 બોલમાં મેળવી લીધો હતો. ભારતે શ્રેણીમાં 2-0ની અજેય સરસાઈ મેળવી લીધી છે.
ટિમ સાઉથીએ રોહિત-સૂર્યકુમારને આઉટ કર્યા
16મી ઓવર લાવનાર ટિમ સાઉથીએ એક જ ઓવરમાં ભારતને બે ઝટકા આપ્યા હતા. ઓવરના ત્રીજા બોલ પર રોહિત શર્મા ગુપ્ટિલના હાથે કેચ આઉટ થયો હતો. તેણે 36 બોલમાં 55 રન બનાવ્યા હતા. આ પછી એ જ ઓવરના છેલ્લા બોલ પર સૂર્યકુમાર યાદવ બોલ્ડ થયો હતો.
રોહિતની ફિફ્ટી
એડમ મિલ્ને 15મી ઓવર લાવે છે. રોહિતે ઓવરના છેલ્લા બોલ પર સિક્સર ફટકારીને પોતાની અડધી સદી પૂરી કરી હતી. રોહિતે 35 બોલમાં 50 રન પૂરા કર્યા.