IND vs AUS Indore Test Day 3 Highlights: ઓસ્ટ્રેલિયાએ 9 વિકેટે જીતી ઈન્દોર ટેસ્ટ, સીરિઝમાં ભારત 2-1 થી આગળ

Webdunia
શુક્રવાર, 3 માર્ચ 2023 (11:49 IST)
IND vs AUS Indore Test Day 3 Highlights: ઈન્દોરમાં રમાયેલ બોર્ડર ગાવસ્કર ટ્રોફી 2023ની ત્રીજી ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાએ દમદાર કમબેક કરતા ટીમ ઈંડિયાને 9 વિકેટથી માત આપી છે.  પહેલી બે ટેસ્ટ મેચમાં હારનો સામનો કર્યા બાદ કંગારૂ ટીમે હવે સીરિઝમાં પોતાનુ ખાતુ ખોલતા તેને 2-1 પર લાવી દીધી છે.  સીરિઝની અંતિમ ટેસ્ટ મેચ 9 માર્ચથી અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે.  

<

Australia win the Third Test by 9 wickets. #TeamIndia will aim to bounce back in the fourth and final #INDvAUS Test at the Narendra Modi Stadium in Ahmedabad

Scorecard https://t.co/t0IGbs2qyj @mastercardindia pic.twitter.com/M7acVTo7ch

— BCCI (@BCCI) March 3, 2023 >
 
મેચના ત્રીજા દિવસે કાંગારૂ ટીમે ચોથા દાવમાં 76 રનના ટાર્ગેટને એક વિકેટે આસાનીથી હાંસલ કરી લીધો હતો, જો કે ભારતીય સ્પિનર ​​રવિચંદ્રન અશ્વિને ઉસ્માન ખ્વાજાને બીજા બોલ પર પેવેલિયન મોકલીને ભારતીય ચાહકોની આશાઓ વધારી દીધી હતી. ભારતીય સ્પિનરોએ પણ પ્રથમ 11 ઓવરમાં અસરકારક બોલિંગ કરી, પરંતુ 12મી ઓવરમાં બોલ બદલાઈ ગયો. બોલ બદલાતા જ પરિસ્થિતિ બદલાઈ ગઈ. ટ્રેવિસ હેડ અને માર્નસ લાબુશેન અણનમ પરત ફર્યા હતા. ઓસ્ટ્રેલિયાએ 6 વર્ષ બાદ ભારતની ધરતી પર જીત મેળવી છે.
 
ગુરુવારે બીજા દિવસની રમતમાં ઓસ્ટ્રેલિયાએ 156/4ના સ્કોરથી આગળ રમવાની શરૂઆત કરી હતી. 186 સુધી ટીમની માત્ર 4 વિકેટ હતી, પરંતુ 197 સુધી સમગ્ર ટીમ ઓલઆઉટ થઈ ગઈ. ભારતે 2 સેશન સુધી બેટિંગ કરી અને 163 રનના સ્કોર પર તમામ 10 વિકેટ ગુમાવી દીધી.
 
ચેતેશ્વર પૂજારાએ સૌથી વધુ 59 રન બનાવ્યા હતા જ્યારે શ્રેયસ અય્યર 26, રવિચંદ્રન અશ્વિન 16, વિરાટ કોહલી 13 અને રોહિત શર્મા માત્ર 12 રન જ બનાવી શક્યો હતો. ઓસ્ટ્રેલિયા તરફથી નાથન લાયને સૌથી વધુ 8 વિકેટ લીધી હતી.

સંબંધિત સમાચાર

Next Article