ODI WC 2023: આ 9 ટીમોનુ સ્થાન પાક્કુ, અંતિમ સ્થાન માટે 3 Teams ની વચ્ચે ફસાયો પેચ, જાણો સમીકરણ

Webdunia
સોમવાર, 3 જુલાઈ 2023 (16:15 IST)
વનડે વર્લ્ડકપ 2003ની શરૂઆત ભારતની ધરતી પર 5 ઓક્ટોબરથી થઈ રહી છે. ક્રિકેટના આ મહાકુંભ માટે અત્યાર સુધી 9 ટીમો ક્વાલીફાય કરી ચુકી છે. મેજબાન હોવાને નાતે ટીમ ઈંડિયાએ પહેલા જ ક્વાલીફાય કરી લીધુ છે. બીજી બાજુ અંતિમ એક સ્થાન માટે ત્રણ ટીમો મેદાનમાં છે, જે વનડે વર્લ્ડકપમાં સ્થાન બનાવી શકે છે. 
 
અત્યાર સુધી આ ટીમોએ કર્યુ ક્વાલીફાઈ 
 
વનડે વર્લ્ડકપ માટે અત્યાર સુધી ભારત,  પાકિસ્તાન, શ્રીલંકા, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન, ઈંગ્લેન્ડ, ન્યુઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકાની ટીમો અત્યાર સુધીમાં ODI વર્લ્ડ કપ માટે ક્વોલિફાય થઈ ચૂકી છે. ઝિમ્બાબ્વે, સ્કોટલેન્ડ અને નેધરલેન્ડ હજુ પણ છેલ્લી બાકીની જગ્યા માટે ક્વોલિફાય થવાની રેસમાં છે. ODI વર્લ્ડ કપ ક્વોલિફાયર 2023ના સુપર સિક્સ રાઉન્ડમાં, આ શ્રીલંકાએ ચારમાંથી 4 મેચ જીતી છે અને 8 પોઈન્ટ સાથે ટોચ પર છે. તેની છેલ્લી મેચ વેસ્ટ ઈન્ડિઝ સામે છે.
 
1. ઝિમ્બાબ્વે
સુપર સિક્સ રાઉન્ડમાં ચાર મેચમાં ઝિમ્બાબ્વેના 6 પોઈન્ટ છે અને તે બીજા સ્થાને છે. ક્વોલિફાય થવા માટે તેણે સ્કોટલેન્ડ સામેની છેલ્લી મેચ જીતવી પડશે. ત્યારબાદ તેના 8 પોઈન્ટ હશે અને તે ODI વર્લ્ડ કપ 2023ના મુખ્ય ડ્રોમાં જગ્યા બનાવી શકે છે. તે જ સમયે, સ્કોટલેન્ડ સામેની મેચ હારવાના કિસ્સામાં, તેણે અન્ય ટીમોના પરિણામો પર નિર્ભર રહેવું પડશે.
 
2. સ્કોટલેન્ડ
સુપર સિક્સમાં સ્કોટિશ ટીમના 3 મેચમાં 4 પોઈન્ટ છે અને ટીમ ત્રીજા સ્થાને યથાવત છે. તેને હજુ ઝિમ્બાબ્વે અને નેધરલેન્ડ સામે બે મેચ રમવાની છે. વર્લ્ડ કપ માટે ક્વોલિફાય થવા માટે તેણે પોતાની બંને મેચ જીતવી પડશે. પછી તે બીજા સ્થાને રહીને 8 પોઈન્ટ લઈને ક્વોલિફાઈ કરી શકે છે.
 
3. નેધરલેન્ડ
સુપર સિક્સીસમાં નેધરલેન્ડે 3 મેચમાંથી માત્ર એક જ જીત મેળવી છે અને તેના 2 પોઈન્ટ છે. ODI વર્લ્ડ કપ 2023માં ક્વોલિફાય થવા માટે તેણે તેની બાકીની બે મેચો મોટા અંતરથી જીતવી પડશે. જેથી તેનો રેટ રન રેટ વધુ સારો થઈ શકે.

સંબંધિત સમાચાર

Next Article