ICC CWC 2023 : ક્રિકેટ વર્લ્ડ કપમાં થશે 2 નવી ટીમોની એંટ્રી, જાણો શ્રીલંકા અને વેસ્ટઈંડિઝના શુ છે હાલ

શુક્રવાર, 23 જૂન 2023 (12:49 IST)
ICC CWC 2023
ICC CWC 2023 : આઈસીસી ક્રિકેટ વર્લ્ડકપ નિકટ આવી રહ્યો છે.  આ વર્ષે ભારતમાં ઓક્ટોબરથી લઈને નવેમ્બર સુધી વનડે વિશ્વકપનુ આયોજન થશે. હાલ આઠ ટીમો આ માટે ક્વાલીફાય કરી લીધુ છે.  પણ હજુ બે વધુ ટીમોની એંટ્રી થવાની બાકી છે.  આ માટે આ સમય ઝિમ્બાબવેમાં દસ ટીમોની વચ્ચે ક્વાલીફાય રાઉંડ રમાશે. અહીથી જે ટોપની બે ટીમો હશે તેમને વિશ્વકપમાં રમવાની તક મળશે.  જો કે અત્યારે જે મેચો ચાલી રહી છે તે ખૂબ જ રસપ્રદ છે, તેથી બે નવી ટીમો કઈ હશે તે કહેવું મુશ્કેલ છે. ખાસ કરીને નજર વેસ્ટ ઈન્ડિઝ અને શ્રીલંકા પર છે. જે અગાઉ વર્લ્ડ કપનો ખિતાબ જીતી ચૂકી છે, પરંતુ આ વખતે તેમને ક્વોલિફાયર રમવું પડશે.
 
વિશ્વકપ 2023 ક્વાલીફાયર રાઉંડમાં થઈ રહી ચેહ રોમાંચક મેચ 
 
 વિશ્વકપ 2023 માટે જે ક્વાલીફાયર રમાય રહી છે તેના પોઈંટ્સ ટેબલની વાત કરીએ તો ખૂબ જ શાનદાર જોવા મળી રહી છે. વાત પહેલા ગ્રુપ એ ની કરીએ. જ્યા વેસ્ટઈંડિઝની ટીમ હાલ ટોપ પર છે. ટીમે અત્યાર સુધી બે મેચ રમી છે. બંનેમાં જીત મેળવી છે. એટલે ટીમ પાસે ચાર અંક છે. ત્યારબાદ નંબર આવે છે ઝિમ્બાબ્વેનો. તેમણે પણ બે મેચ રમી છે. બંનેમાં જીત મેળવી છે એટલે ટીમ પાસે ચાર અંક છે.  પણ નેટ રનરેટના મામલે વેસ્ટઈંડિઝ આગળ છે.  બીજી બાજુ આ ગ્રુપની બાકી બે ટીમો નેધરલેંડ્સ અને નેપાળ પાસે બે બે અંક છે.  બીજી બાજૂ યુએસ એટલે કે અમેરિકા એકલી એવી ટીમ છે જે અત્યાર સુધી રમાયેલ ત્રણ મેચોમાંથી એક પણ મેચ જીતી શકી નથી.  તેથી એવુ માનવામાં આવી રહ્યુ છે કે આ ટીમની આગળની યાત્રા ખતમ થઈ ગઈ છે. 
 
ગ્રુપ બીમાં ઓમાનની ટીમ નંબર 1 પર, શ્રીલંકાની ટીમ નંબર બે પર 
 
 આ પછી, ગ્રુપ બી વિશે વાત કરીએ, જ્યાં ઓમાનની ટીમ પોતાની પ્રથમ બે મેચ જીતીને ચાર પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં નંબર વન પર બેઠી છે. આ પછી શ્રીલંકાનો નંબર આવે છે. જેણે અત્યાર સુધી માત્ર એક જ મેચ રમી છે અને તે જીતવામાં સફળ રહી છે. સ્કોટલેન્ડ પણ શ્રીલંકાની બરાબરી પર ઊભું છે. આ ટીમે પણ માત્ર એક જ મેચ રમી છે, જેમાં તેને જીત મળી છે. આયર્લેન્ડ અને UAE એવી બે ટીમો છે જેણે અત્યાર સુધી બે મેચ રમી છે અને તેમાંથી એકપણ મેચ જીતી નથી.
 
આજે શ્રીલંકા અને ઓમાન વચ્ચે રમાશે મેચ 
 
આજની મેચ એ દ્રષ્ટિએ ખૂબ મહત્વની છે કારણ કે જ્યા એક બાજુ શ્રીલંકાનો મુકાબલો ઓમાન સાથે થશે તો બીજી બાજુ બીજી મેચમાં સ્કૉટલેંડ અને યૂએઈ વચ્ચે મુકાબલો થશે.  જો આજની મેચમાં શ્રીલંકા ઓમાન સામે જીતી જશે તો તેના ચાર અંક થઈ જશે અને વધુ રનરેટના આધાર પર ટીમ નંબર વન પર પહોંચી જશે.  બીજી તરફ જો સ્કોટલેન્ડની ટીમ તેની મેચ જીતી જાય છે તો તેના પણ બે મેચમાં ચાર પોઈન્ટ થઈ જશે. એટલે કે આજનો દિવસ અને આવનારી મેચો ઘણી મહત્વની બની રહેવાની છે. આ પછી ચિત્ર સ્પષ્ટ થશે કે આ વખતે વર્લ્ડ કપની મુખ્ય મેચોમાં કઈ બે નવી ટીમો રમશે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર