ટી20 વર્લ્ડ કપ 2021માં ખૂબ જ ખરાબ પ્રદર્શન પછી ટીમ ઈંડિયામાંથી બહાર ચાલી રહેલા ઓલરાઉંડર હાર્દિક પંડ્યા સંન્યાસ લઈ શકે છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ હાર્દિક પડ્યા કમરમાં ઘાયલ થવાથી પરેશાન છે અને પોતાનુ કેરિયર આગળ વધારવામાટે તેઓ ક્રિકેટનુ એક ફોર્મેટ છોડી શકે છે. સમાચાર મુજબ હાર્દિક પડ્યા ટેસ્ટ ફોર્મેટથી સંન્યાસ લેવા વિશે વિચારી રહ્યા છે.
ઈનસાઈ સ્પોર્ટની રિપોર્ટ મુજબ બીસીસીઆઈ સૂત્રોએ માહિતી આપી છે કે હાર્દિક પડ્યા વનડે અને ટી20 ક્રિકેટમાં રમવા માટે ટેસ્ટને અલવિદા કહી શકે છે. ઉલ્લેખનીય છે કે હાર્દિક પડ્યાને વર્ષ 2019માં કમરમાં વાગ્યુ હતુ. જ્યારબાદ તેમની સર્જરી પણ થઈ. પંડ્યા ત્યારબાદથી જ પહેલા જેવી બોલિંગ નથી કરી શકયા જેનુ પરિણામ તેમને ભોગવવુ પડ્યુ છે.
ઈનસાઈડ સ્પોર્ટમાં છપાયેલા સમાચાર મુજબ બીસીસીઆઈ અધિકારીઓએ માહિતી આપી છે કે હાર્દિક પડ્યા પોતાના ફીટનેસ સામે લડી રહ્યા છે અને તેઓ ટેસ્ટમાંથી સંન્યાસ વિશે વિચારી રહ્યા છે. જો કે અત્યાર સુધી સત્તાવાર રૂપે બોર્ડને આ અંગે કોઈ માહિતીમળી નથી. જો કે આમ પણ હાર્દિક પડ્યા હાલ ટીમ ઈંડિયાના ટેસ્ટ પ્લાનનો ભાગ નથી. જો કે તેમનો સંન્યાસ ટીમ ઈંડિયા માટે એક મોટો ફટકો રહેશે અને ટીમને જલ્દી જ તેમનો બેકઅપ શોધવો પડશે.