અમદાવાદમાં મોદી સ્ટેડિયમમમાં 150 લોકો ચક્કર આવવાથી ઢળી પડ્યા, ચારનો હોસ્પિટલમાં દાખલ કરાયા

Webdunia
શનિવાર, 14 ઑક્ટોબર 2023 (17:59 IST)
modi stadium


અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે ભારત-પાકિસ્તાનની હાઈવોલ્ટેજ મેચ ચાલી રહી છે. ત્યારે સ્ટેડિયમમાં સવારથી બપોરે 4 વાગ્યા સુધીમાં 150 લોકોને ગભરામણ, ચક્કર આવવાની સાથે પડી ગયા હતા. 108 ઇમર્જન્સી સેવા દ્વારા તેમને સારવાર આપવામાં આવી હતી. 4 લોકોને વધુ સારવારની જરૂર પડતાં 108માં નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જેમની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.


સવારના 10 વાગ્યે તાપમાન 31 ડીગ્રી રહ્યું હતું, પવનની ગતિ 9 Kmph અને ભેજનું પ્રમાણ ઘટી ઘટ્યું હતું. સવારે 11 વાગ્યે તાપમાન એક ડીગ્રી વધીને 32 ડીગ્રી થયું હતું, એટલે સ્ટેડિયમ પહોંચેલા લોકોને ગરમીનો અહેસાસ થયો હતો. પવનની ગતિ 9 Kmph અને ભેજનું પ્રમાણ ઘટી ગયું હતું. મેચ શરૂ થયાના એક કલાક પહેલાં હવામાનની વાત કરીએ તો બપોરે 1 વાગ્યે તાપમાન 35 ડીગ્રી સુધી પહોંચી ગયું હતું તેમજ પવની ગતિ યથાવત્ 9 Kmph અને ભેજનું પ્રમાણ ઘટતાં ઘટતાં 46 ટકા થઈ ગયું હતું.

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ભારત-પાકિસ્તાન વચ્ચેની હાઈ વૉલ્ટેજ મેચ ચાલી રહી છે. મેચ જોવા માટે પ્રેક્ષકો સ્ટેડિયમમાં પહોંચી ચૂક્યા છે. ગરમીના માહોલની વચ્ચે કોઈપણ પ્રકારની શારીરિક તકલીફ થાય તો ઇમરજન્સી માટે સ્ટેડિયમમાં કુલ 12 જેટલી 108 એમ્બ્યુલન્સ રાખવામાં આવી છે. સ્ટેડિયમમાં આઈસીયુ બેડ સાથેની મીની હોસ્પિટલ ઊભી કરાઈ છે. જેમાં વેન્ટિલેટર સાથેના 6 બેડ મૂકવામાં આવ્યા છે. આ સાથે જ ડોક્ટર, નર્સ સહિત 54 સભ્યોની ટીમ મેચ દરમિયાન સ્ટેન્ડ ટુ રાખવામાં આવી છે.

સંબંધિત સમાચાર

Next Article