છેલ્લા ચાલીસ દિવસની અંદર દેશમાં લગભગ 50 ટકાનો ઘટાડો નોંધાયો છે આ સમયે દેશ જ્યારે કોરોના સંક્રમણના સૌથી ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યો ચહે તો વેક્સીનેશનમાં ઘટાડો આવવાને વિશેષજ્ઞ ખૂબ જ ગંભીર અને ચિંતાજનક માને છે. ગયા મહિને એપ્રિલમાં વેક્સીનેશનમાં ખૂબ તેજી આવી ગઈ હતી પણ હવે મે આવતા જ રોજ લાગનારા વેક્સીનેશનની સંખ્યા પણ અડધી રહી ગઈ છે. ઉલ્લેખનીય છે કે એક મે થી 18 વર્ષના ઉપરના લોકો માટે પણ વેક્સીનેશન શરૂ થઈ ગયુ હતુ.
50.88% ઓછુ વેક્સીનેશન
કોવિડ 19 ઇન્ડિયાડોટઆરજીના આંકડા મુજબ જ્યારે એપ્રિલમાં સંક્રમણ વધ્યુ તો અનુસાર, એપ્રિલમાં જ્યારે સંક્રમણ લાગ્યુ ત્યારે વેક્સીનેશનને વેગ મળ્યો હતો અને 10 એપ્રિલના રોજ 36,59,356 ડોઝ એક જ દિવસમાં લગાવવામાં આવ્યા હતા, જે અત્યાર સુધીનો એક દિવસમાં કરવામાં આવેલ રેકોર્ડ રસીકરણ છે. પરંતુ ત્યારબાદ રોજ આપવામાં આવતા ટીકાકરણની સંખ્યામાં ઘટાડો થવાનું શરૂ થયો. 21 મેના રોજ ચોવીસ કલાકમાં માત્ર 17,97,274 ડોઝ લગાવાયા. . આ 40 દિવસની અંદર વેક્સીનેશનમાં 50.88 ટકાનો ઘટાડો નોંધવામાં આવ્યો છે.
મે મહિનામાં સતત ઘટાડો
ગયા મહિને એપ્રિલમાં, ભારતમાં દરરોજ સરેરાશ 30,24,362 ડોઝ આપવામાં આવતા હતા. જ્યારે મે મહિનામાં આ સંખ્યા દરરોજ સરેરાશ 16,22,087 ડોઝ જ રહી ગઈ. કોવિડ19ઈન્ડિયા ઓઆરજીના મુજબ, 1 મેથી 20 મે સુધી, ત્યાં ફક્ત પાંચ દિવસ એવા રહ્યા જ્યારે દૈનિક રસીકરણ 20 થી 22 લાખ ડોઝ સુધી પહોંચ્યું. અન્ય દિવસોમાં રોજના વેક્સીનેશનનો આંકડો 20 લાખથી નીચે ઓછો જ બની રહ્યો. આ જ કારણ છે કે કોવિન પોર્ટલ પર લોકોને વેક્સીનેશન માટે સ્લોટ શોધવા છતા મળી રહ્યો નથી. કેંદ્રો પર વેક્સીન ન હોવાના નોટિસ સાથે તાળા જડવામાં આવ્યા છે.
એપ્રિલમાં 9 કરોડ અને મે માં 4 કરોડ ટીકા
રસીકરણમાં થયેલો ઘટાડો આ રીતે પણ સમજી શકાય છે કે એપ્રિલમાં લગભગ નવ કરોડ રસીઓ આપવામાં આવી હતી, જ્યારે મે મહિનામાં ફક્ત ચાર કરોડ રસી આપવામાં આવી છે.
૧88 કરોડ ડોઝની જરૂર : ભારતમાં 18 વર્ષથી વધુ વય વાળા 94 કરોડ લોકો છે, જેમને વેક્સીનના બે ડોઝ લગાવવા માટે દેશને 188 કરોડ વેક્સીનની જરૂર પડશે.
વેક્સીનની કમી
માર્ચના છેલ્લા અઠવાડિયાથી દેશમાં રસીની ઉણપની સમસ્યા જોવા મળવા લાગી જે સતત થઈ રહી છે. હજી પણ કેટલાક રાજ્યો એવા છે કે જ્યાં 18 વર્ષથી વધુ ઉંમરના લોકોનું રસીકરણ યોગ્ય રીતે શરૂ થયું નથી. ઘણી જગ્યાએ રસીકરણ કેન્દ્રોની સંખ્યા પણ ઓછી કરવામાં આવી છે. જો કે આ કમીને પહોંચી વળવા કેન્દ્ર સરકારે રૂસી વેક્સીન સ્પુટનિક-વીને મંજૂરી આપી દીધી હતી, જેના કેટલાક ડોઝ લગાવવામાં પણ આવી ચુક્યા છે.
બ્રિટન-અમેરિકાના સરખામનીમાં ખૂબ જ ધીમુ ટીકાકરણ
ઓવર વર્લ્ડ ઈન ડેટાના મુજબ, ભારતમાં સો લોકોની વસ્તી પર 13.61 લોકોને વૈક્સીન મળી રહ્યુ છે. જ્યારે કે બ્રિટનમાં પ્રતિ સો ની વસ્તી પર 86.16, અમેરિકામાં 83.54, બ્રાઝીલમાં 26.33, રૂસમાં 17.25, ચીનમાં 32.42ને વેક્સીન આપવામાં આવી રહી છે.