હવે તમે ઘરે બેસ્યા જાતે જ કરી શકશો કોરોના ટેસ્ટ, 250 રૂપિયાના કિટથી માત્ર 15 મિનિટમાં જ મળી જશે રિઝલ્ટ

ગુરુવાર, 20 મે 2021 (11:05 IST)
કોરોનાની તપાસ હવે ઘરે પણ કરી શકાશે. આઈસીએમઆરે એક કિટને મંજુરી આપી છે. આ કિટ દ્વારા ઘરમાં જ નાકથી કોરોના તપાસ માટે સૈપલ લઈ શકો છો. આઈસીએમઆરએ કોરોના ટેસ્ટ કિટને લઈને નવી એડવાઈઝરી પણ આપી છે. જેના મુજબ હવે તમે ઘરમાં જ 250 રૂપિયાની કિમંતવાળુ કિટ ખરીદીને 15 મિનિટની અંદર કોવિડ રિઝલ્ટ મેળવી શકો છો. આ કિટમાં 5 થી 7 મિનિટમાં પોઝિટીવ રિઝલ્ટની જાણ થઈ જશે અને નેગેટિવમાં આ 15 મિનિટનો સમય લેશે. 
 
આઇસીએમઆરએ કહ્યું કે હોમ ટેસ્ટિંગ ફક્ત સિમ્પ્ટોમેટિક  દર્દીઓ માટે જ છે. આ એ લોકો માટે પણ છે જે લેબમાં પોઝીટિવ થયેલ કેસ સાથે સીધા સંપર્કમાં આવ્યા હોય. હોમ ટેસ્ટિંગ માટે, ગૂગલ પ્લે સ્ટોર અને એપલ સ્ટોર પરથી  મોબાઈલ એપ્સને ડાઉનલોડ કરવા પડશે. મોબાઈલ એપ દ્વારા પોઝીટિવ અને નેગેટિવ રિપોર્ટ મળશે. 
 
જે લોકો હોમ ટેસ્ટીંગ કરશે તેમને એક ટેસ્ટ સ્ટ્રિપની ફોટો લેવી પડશે અને એ જ ફોનથી ફોટો લેવાની રહેશે જેના પર મોબાઈલ એપ ડાઉનલોડ હશે. મોબાઈલ ફોનનો ડેટા સીધો આઈસીએમઆરના ટેસ્ટિંગ પોર્ટલ પર સ્ટોર થઈ જશે, પણ દર્દીની ગોપનીયતા કાયમ રહેશે. આ ટેસ્ટ દ્વારા જેમની પોઝીટીવ રિપોર્ટ આવશે તેમને પોઝીટીવ માનવામાં આવશે.  કોઈ બીજા ટેસ્ટની જરૂર નહી પડે. 
 
જે લોકો પોઝિટિવ હશે તેમને હોમ આઈસોલેશનને લઈને આઈસીએમઆર અને આરોગ્ય મંત્રાલયની ગાઈડલાઈન માનવી પડશે. લક્ષણવાળા જે દર્દીઓનુ રિઝલ્ટ નેગેટિવ આવશે તેમને આરટીપીસીઆર કરાવવી પડશે. હોમ આઈસોલેશન ટેસ્ટિંગ કિટ દ્વારા માય લૈબ ડિસ્કવરી સોલ્યુશન લિમિટેડને ઓથોરાઈઝ કરવામાં આવ્યુ છે. આ પુણેની કંપની છે. આ કિટનુ નામ કોવિસેલ્ફ (પૈથોકૈચ) છે. 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર