તંત્રના અણધડ આયોજન સામે પરપ્રાંતિય શ્રમિકોની હાલત ખૂબજ દયનિય બની

Webdunia
ગુરુવાર, 7 મે 2020 (20:48 IST)
કોરોના વાઈરસના પગલે કરવામાં આવેલા લોકડાઉનમાં વડોદરામાં ફસાઇ ગયેલા પરપ્રાંતીયોની હાલત દયનીય બની ગઇ છે. વતન જવા માટે ભૂખ્યા અન તરસ્યા પરપ્રાંતીયો કલાકો સુધી સ્પોટ્સ કોમ્પ્લેક્ષ ખાતે રોકાયા હતા. જ્યાં સ્ક્રિનિંગ અને ફોર્મ ભર્યા બાદ તંત્રના અણઘડ આયોજનના કારણે પાસ કઢાવવા માટે પરપ્રાંતિયો બે કિ.મી. ચાલીને ઉત્તર ઝોનની ઓફિસમાં જવાની ફરજ પડી હતી. પરપ્રાંતીયોનો ધસારો થઇ જતાં અધિકારીઓએ ઓફિસ બંધ કરી દેતા પરપ્રાંતીયો ઓફિસ બહાર જ બેસી ગયા હતા. છેલ્લા 50 દિવસથી વડોદરામાં ફસાઇ ગયેલા ઉત્તરપ્રદેશ, બિહાર સહિત વિવિધ રાજ્યોના શ્રમજીવીઓ હવે વહેલીતકે પોતાના વતન જવા માટે બેબાકળા બની ગયા છે. પોલીસ તંત્ર સમા સ્પોટ્સ કોમ્પ્લેક્ષ ખાતે પરપ્રાંતીયોને ભેગા કરવામાં આવ્યા હતા. જ્યાં જરૂરી કાર્યવાહી પૂરી થયા બાદ પરપ્રાંતિયોને સમા ખાતે આવેલી ઉત્તરઝોનની ઓફિસમાં પાસ કઢાવવા માટે મોકલવામાં આવ્યા હતા.  વતન જવા માટે બેબાકળા બનેલા પરપ્રાંતીયો ધોમધખતા તાપમાં બે કિ.મી. ચાલીને સમા સ્પોટ્સ કોમ્પ્લેક્ષથી સમા તળાવ પાસે આવેલી કોર્પોરેશનની ઉત્તર ઝોનની ઓફિસ ઉપર આવ્યા હતા. વતન જવા માટે ભૂખ્યા તરસ્યા પરપ્રાંતીયો કલાકો સુધી સ્પોટ્સ કોમ્પ્લેક્ષ ખાતે રોકાયા હતા. જ્યાં મેડિકલ સ્ક્રિનિંગ અને ફોર્મ ભરવાની કાર્યવાહી પૂરી થયા બાદ પાસ કઢાવવા માટે તેઓ ધોમધખતા તાપમાં ચાલીને સમા તળાવ ખાતે આવેલી કોર્પોરેશનની ઉત્તર ઝોનની ઓફિસે પહોંચ્યા હતા. પરપ્રાંતીયોનો ધસારો થઇ જતાં અધિકારીઓએ ઓફિસ બંધ કરી દીધી હતી. જેથી પરપ્રાંતીયો ઓફિસ બહાર જ બેસી ગયા હતા. પરપ્રાંતીયોએ તંત્રના અણઘડ આયોજન સામે ભારે રોષ ઠાલવ્યો હતો.
 

સંબંધિત સમાચાર

Next Article