રવિવારે ગુજરાતમાં કોરોના સંક્રમિતોની સંખ્યા વધીને 55822 થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં 1110 નવા કોરોના કેસ આવ્યા અને 21 લોકોના મોત થયા અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં 163, જ્યારે સુરત જિલ્લામાં 299 લોકો સંક્રમિત જોવા મળ્યા.. ગુજરાતમાં અત્યાર સુધીમાં છ લાખ 42 હજાર લોકોની ટેસ્ટિંગ પરીક્ષણ કરવામાં આવી છે, જ્યારે ત્રણ લાખ 64 હજાર ઘરોને ક્વાર્ટન્ટાઈન કર્યા છે.
કોરોનાનાના ચેપના ફેલાવાના ગ્રાફમાં આજે સુરત કોપોરેશન 201, અમદાવાદ કોપોરેશન 152, સુરત 98, વડોદરા કોપોરેશન 79, રાજકોટ કોપોરેશન 52, અમરેલી 39, બનાસકાંઠા 35, દાહોદ 30, નર્મદા 26, સુરેન્દ્રનગર 24, છોટા ઉદેપુર 22, પાટણ 22, કચ્છ 20, રાજકોટ 20, ભરૂચ 19, ગીર સોમનાથ 18, જુનાગઢ કોપોરેશન 18, મહેસાણા 18, નવસારી 18, પંચમહાલ 18, ભાવનગર કોપોરેશન 17, વલસાડ 15, ભાવનગર 14, સાબરકાંઠા 14, ગાંધીનગર 13, વડોદરા 13, અમદાવાદ 11, આણંદ 11, મોરબી 10, ખેડા 9, તાપી 9, જામનગર કોપોરેશન 8, ડાંગ 6, ગાંધીનગર કોપોરેશન 6, જામનગર 6, બોટાદ 5, દેવભૂમિ દ્વારકા 4, અરવલ્લી 3, મહીસાગર 3, જુનાગઢ 2, પોરબંદર 2 કેસો મળ્યા છે.
01:24 PM, 27th Jul
રાજ્યના ઘણા વિસ્તારોમાં વેપારીઓ સ્વૈચ્છિક રીતે બંધ પાળવાનો નિર્ણય લેવાયો છે. સુરતમાં કોરોના કેસોમાં વધારો થતા એક મોટા નિર્ણય લેવાયો છે. સુરતમાં વધતાં ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ તથા કમિશનર વાહન વ્યવહારની કચેરી દ્વારા આજથી ST(સ્ટેટ ટ્રાન્સપોર્ટ) અને ખાનગી બસ સેવાનું સંચાલન બંધ કરવામાં આવ્યું છે
- ગુજરાતના સૌથી મોટા એપીસેન્ટરોમાં જેની ગણતરી થાય છે તેવા ઊંઝા માર્કેટયાર્ડ 2 ઓગસ્ટ સુધી બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.
- અમદાવાદ અને ગાંધીનગરના વિસ્તારો જેવા કે ચિલોડા, દહેગામ, ડભોઈ, લુણાવાડા રાજપીપળા, છોટા ઉદેપુર, ધ્રાંગધ્રાં, પાલનપુરમાં બપોર બાદ સ્વયંભૂ લોકડાઉનો વેપારીઓએ નિર્ણય લીધો છે. આ તમામ શહેરો અને ગામડાઓમાં બપોર પછી બંધ રહેશે.