ગુજરાતમાં કોરોનાના 108 નવા કેસ, અમદાવાદમાં 91 પોઝિટિવ, 67ના મોત

Webdunia
સોમવાર, 20 એપ્રિલ 2020 (12:17 IST)
ગુજરાતમાં કોવિડ-19ના 108 કેસ સામે આવતાં રાજ્યમાં સંક્રમિતોની સંખ્યા વધીને 1851 પહોંચી ગઇ છે. તો બીજી તરફ રાજ્યમાં 4 લોકોના મોત બાદ કોરોના પીડિત મૃતકોની સંખ્યા વધીને 67 સુધી પહોંચી ગઇ છે. આ જાણકારી આરોગ્ય સચિવ જયંતિ રવિએ આપી હતી. 
gujarat corona
જયંતિ રવિએ જણાવ્યું હતું કે કોવિડ-19ના કુલ નવા 108 કેસમાંથી 91 અમદાવાદમાં છે અને જિલ્લામાં સંક્રમિતોની સંખ્યા વધીને 1192 પહોંચી ગઇ છે. તેમણે જણાવ્યું હતું કે આ ઉપરાંત સુરતમાં 2, રાજકોટ 2, વડોદરા 1, અરવલ્લી 6, કચ્છ 2, મહિસાગર 1, પંચમહાલ 2, મહેસાણા 1 કેસ નોંધાયો છે. જેમાં 62 પુરૂષ અને 46 મહિલાઓનો સમાવેશ ત્યાર થાય છે. 
જયંતિ રવિએ જણાવ્યું હતું ગુજરાતમાં કુલ 1851 સંક્રમિત વ્યક્તિઓની સારવાર ચાલી રહી છે. તેમાંથી 14 દર્દીઓને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. જ્યારે અન્ય દર્દીઓની હાલત સ્થિર છે. તેમણે જણાવ્યું કે રાજ્યમાં કોરોના વાયરસ માટે અત્યાર સુધી 32204 નમૂના તપાસમાં આવ્યા છે. તો રાજ્યમાં 3 પુરૂષ સહિત કુલ 4 લોકોના મોત નિપજતા ગુજરાતમાં સંક્રમણના લીધે મૃતકોની સંખ્યા 67 પહોંચી ગઇ છે. 
અત્રે ઉલ્લેખનીય છે ગઈકાલે આરોગ્ય અગ્ર સચિવ ડો.જયંતી રવિએ માહિતી આપતા જણાવ્યું હતું કે, રવિવારે સવારે 10 વાગ્યાથી સાંજ સુધી નવા 139 કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદમાં સૌથી વધુ 99 કેસ નોંધાયા છે. શનિવાર રાતથી રવિવાર સાંજ સુધી 24 કલાકમાં કુલ 367 કેસ રાજ્યમાં નોંધાયા હતા. જયારે અમદાવાદમાં 239 કેસ પોઝિટિવ નોંધાયા હતા.

સંબંધિત સમાચાર

Next Article