કોરોનાનો નવો સ્ટ્રેઇનથી ગુજરાતમાં બાળકો માટે બની રહ્યા છે ભોગ જાણો શું છે લક્ષણ

Webdunia
મંગળવાર, 6 એપ્રિલ 2021 (13:00 IST)
ગુજરાતમાં કોરોનાની બીજી લહેરે ખતરનાક સ્વરૂપ ધારણ કરી લીધું છે. આ લહેરમાં લક્ષણો દેખાતા નથી પરંતુ જીવલેણ નીવડે છે. હવે મોટી સંખ્યામાં બાળકોમાં કોરોનાના લક્ષણો જોવા મળી રહ્યાં છે.  બીજી લહેર બાળકોને (children) પણ છોડી નથી રહી. રાજ્યના અનેક વિસ્તારોમાંથી બાળકો અને નવજાતો સંક્રમિત થયા કેસો નોંધાઇ રહ્યાં છે. ત્યારે સુરતમાં તો 13 વર્ષના બાળકનો કોરોના સંક્રમણે ભોગ લીધો છે. સુરતમાં એક બાળકનો ભોગ લેવાયો છે. આ બાળકમાં કોરોનાના કોઈ જ લક્ષણ નહોતા. અત્યાર સુધીમાં કોરોનાથી સૌથી નાની વયના બાળકનું મોત સુરતમાં નોંધાયું છે. 10 વર્ષનો એક બાળક પણ વેન્ટિલેટર પર સારવાર લઈ રહ્યું છે.
 
સુરતમાં હાલ એક 10 વર્ષનો બાળક પણ સારવાર હેઠળ છે. તો બીજી તરફ, સુરતમાં ખાનગી હોસ્પિટલમાં 1885 બેડ ફૂલ થઈ ગઈ છે. માત્ર 200 બેડ ખાલી ખાનગી હોસ્પિટલમાં ઉપલબ્ધ છે. જોકે તંત્રએ રેકર્ડ પર માંડ 30 મોત બતાવ્યા છે. આગામી 10 દિવસમાં જો સ્થિતિ કાબુમાં નહીં આવે તો સુરત શહેરમાં તબીબી માળખું ભાંગી પડવાના આસાર ડોક્ટરોએ વ્યક્ત કર્યા છે.

સંબંધિત સમાચાર

Next Article