અમદાવાદમાં કોવિડ 19 પર કાબૂ મેળવવા મ્યુનિસિપલ કમિશનર મુકેશ કુમાર અને વિવિધ ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપિલ કમિશનર અને હેલ્થ ઓફિસરની સમીક્ષા બેઠક મળી હતી. આ બેઠક બાદ કોર્પોરેશનની યાદીમાં જણાવ્યું હતું કે, અમદાવાદ શહેરના રિકવરી રેટની વાત કરવામાં આવે તો છેલ્લા 15 દિવસમાં અમદાવાદ શહેરનો રિકવરી રેટ 9 ગણો વધીને 140 ટકા થઈ ગયો છે.