corona updates- દેશમાં ફરી વધ્યા કોરોનાના કેસ, શું કાળજી રાખશો...

Webdunia
શુક્રવાર, 31 માર્ચ 2023 (11:26 IST)
દેશ અને ગુજરાતમાં એક વાર ફરી કોરોનાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે.
 
દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના કુલ સક્રિય કેસોની સંખ્યા 15 હજાર 208 થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના એક લાખ 18 હજારથી વધુ ટેસ્ટ કરાયા છે.
 
ભારતમાં ગુરુવારે લગભગ 1700 નવા કેસ સામે આવ્યા છે.
 
દિલ્હીમાં હાલના દિવસોમાં કોરોનાના કેસોની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે. એટલુ જ નહીં ગુજરાતમાં પણ કેસ ધીમે ધીમે વધી રહ્યા છે.
 
દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણની સંખ્યા 932 થઈ ગઈ છે. 29 માર્ચની સરખામણીએ 126 કેસ વધારે છે.
 
બુધવારની સરખામણીએ સૌથી વધુ નવા કેસ મહારાષ્ટ્રમાં નોંધાયા છે. અહીં નવા કેસોની સંખ્યા 510 છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 381 કેસ નોંધાયા છે.
 
ગુજરાતમાં હાલ 2247 ઍક્ટિવ કેસો છે, જેમાં 6 વૅન્ટિલેટર પર છે અને 2241ની હાલત સામાન્ય છે. રાજ્યમાં સરકારી આંકડા મુજબ કુલ 11054 મોત અત્યાર સુધી થયાં છે.
 
દિલ્હીની વાત લઈએ તો દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સૌરભ ભારદ્વાજે શુક્રવારે સવારે ટ્વીટ કરી જણાવ્યું,“આજે સીએમ કેજરીવાલ કોરોના કેસો વિશે મહત્ત્વની બેઠક કરશે. આ બેઠકમાં સ્વાસ્થ્ય વિભાગના તમામ વરિષ્ઠ અધિકારીઓ સામેલ થશે. મુખ્ય મંત્રીની બેઠકમાં મૉકડ્રીલના પરિણામનો રિપોર્ટ પણ રજૂ કરાશે. અને મુખ્ય મંત્રી દિશાનિર્દેશ આપશે.”
 
સૌરભ ભારદ્વાજે ગુરુવારે પત્રકારપરિષદ કરીને કોરોના વિશે જાણકારી આપી હતી.
 
સૌરભ ભારદ્વાજે કહ્યું હતું,“જે ટેસ્ટ કરાવવામાં આવી રહ્યા છે, તેમાં પૉઝિટિવિટીનો દર એટલે કે સંક્રમણ દર 10 ટકાથી વધુ છે. પણ હાલ ટેસ્ટ ઓછા કરવામાં આવી રહ્યા છે. એટલે આ આંકડાથી ગભરાવાની જરૂર નથી. અમે માર્ગદર્શિકા બહાર પાડી છે કે જેમને ઇન્ફ્લુએન્ઝા, ફ્લૂ જેવાં લક્ષણો છે, તેઓ માસ્ક જરૂરથી પહેરે. જે લોકો હૉસ્પિટલ જઈ રહ્યા છે, તેઓ માસ્ક પણ લગાવે. દિલ્હીના તમામ હૉસ્પિટલ ઍલર્ટ પર છે.”
 
દિલ્હી સરકારે મૉકડ્રીલ મારફતે કોરોના સામેની લડાઈની તૈયારીઓની પણ ચકાસણી કરી.

સંબંધિત સમાચાર

Next Article