Exam tips - આ 7 ટિપ્સ અજમાવશો તો દરેક પેપરમાં સારા માર્કસ આવશે

Webdunia
શનિવાર, 1 જાન્યુઆરી 2022 (15:41 IST)
પરીક્ષાને લઈને સ્ટૂડેંટસની અંદર હમેશા ડર બેસ્યો હોય છે પણ સ્કોર કરવું આટલું અઘરું પણ નથી. થોડી પ્લાનિંગ અને કેટલાક સરળ ટીપ્સને જાણી ન માત્ર તમારા ગભરાહટ દૂર થશે પણ તમારા નંબર પણ સારા આવશે અને તમે કોઈથી પણ પાછળ નહી રહીશ 
અજમાવો સરળ ટીપ્સ
પરીક્ષા કોઈ પણ હોય, દરેક સ્ટૂડેંટસની અંદર હમેશા ડર બેસ્યો હોય છે પણ પેપરમાં સારો સ્કોર કરવો એટલો અધરો પણ નથી આ 7 ટીપ્સ અજમાવી તમે પરીક્ષાને સરળ બનાવી શકો છો. 
 
સવારનો અભ્યાસ 
આમ તો બધા જાણે છે કે સવારે ભણવું કેટલું લાભદાયક છે કારણ કે એક સારી ઉંઘ પછી એકદમ તાજા અને ઉર્જાથી ભરેલું હોય છે. સવારના સમયે શાંતિનો વાતાવરણ હોય છે તેથી કહીએ છે કે જલ્દી ઉંઘવું, જલ્દી ઉઠવું માણસને સ્વસ્થ, સંપન્ન અને બુદ્ધિમાન બનાવે છે. સવારના અભ્યાસ તમે લાંબા સમય સુધી યાદ રાખો છો. 
 
સારું ખાવું. 
જી હા સારા નંબર માટે તમને સારું ભોજન પણ ખાવું પડશે. તમારી ડાઈટ એવી હોવી જોઈએ જેમાં પ્રોટીનની માત્રા વધારે થી વધારે હોય. ભોજનમાં લીલા શાકભાજી, તાજા ફળ,  ડેયરી પ્રોડક્ટસ, ઈંડા માછલી અને મીટને શામેલ કરવું. સૂપ, ગ્રીન ટી અને ફ્રેશ જ્યૂસ તમારા ડાઈટમાં હોય. અને હા જંક ફૂડથી દૂરી બનાવી રાખો. 
 
સમય પ્રબંધન
કોઈ પણ ક્ષેત્રમાં સફળતા મેળવાના પહેલો નિયમ ટાઈમ મેનેજમેંટ હોય છે. તમે સારા નંબર મેળવા માટે ટાઈમ મેનેજમેંટ પર ખાસ ધ્યાન આપવું. દરેક વિષયને સમય મુજબ વહેંચી લો. જે વિષયમાં તમે નબળા છો તેને વધારેથી વધારે સમય આપવું. જે ટૉપિક અમે આવે છે તેને અમે રિપીટ કરવા માટ્યે સમય નહી આપતા આ ભૂલ ન કરવી પણ તે વિષય માટે સમાન સમય જ નક્કી કરવું. 
 
કૉનસેપ્ટને સમજવું 
સિલેબસના હિસાબે હમેશા તૈયારી ન કરવી. દરેક વાર તે કામ કરે આ જરૂરી નથી. જરૂરી છે કે તમે વિષયને સમજી લો અને પછી આગળ વધવું. ઘણી વાર શું હોય છે કે તમે રટીને પરીક્ષમાં જાઓ છો અને જો પ્રશ્નપત્રમાં સવાલ થોડું જુદો થઈ જાય છે તો ગભરાહટ થાય છે. તેથી તમે વિષયને સમજીને એગ્જામમાં બેસશો તો દરેક રીતના જવાબ આપવા માટે તૈયાર રહેશો. 
 
નોટસ બનાવો
આ અજમાવેલું નિયમ છે. નોટસ હમેશા તમારી મદદ કરશે. જ્યારે પણ તમે વાંચવા કે રિવીજન કરો તો ધ્યાનથી તેના નોટસ બનાવતા રહો. 
 
સેંપલ પેપર 
મોટેભાગે અવસરે દરેક કોઈ સેંપલ પેપર સોલ્વ કરવાની સલાહ આપતું હશે. આ ખૂબ કારગર હોઈ શકે છે. પાછલા કેટલા પ્રશ્વપત્રને તમે એકત્ર કરી ઘણા સવાલને જાણી શકો છો. તે પ્રશ્નને સોલ્વ કરી તેનાથી તમારી અંદર વિશ્વાસ પેદા થશે. સાથે જ સિલેબસ પણ પૂરા કરી શકાશે. શું ખબર ઘણા સવાલ તેમાંથા જ આવી જાય. 
 

સંબંધિત સમાચાર

Next Article