છત્તીસગઢમાં મતદાન વચ્ચે બ્લાસ્ટ, ઇલેક્શન ડ્યૂટીમાં તૈનાત CRPF જવાન ઘાયલ

Webdunia
મંગળવાર, 7 નવેમ્બર 2023 (10:28 IST)
છત્તીસગઢમાં વિધાનસભા ચૂંટણીમાં આજે પ્રથમ તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. આ દરમિયાન સુકમામાં IED બ્લાસ્ટના અહેવાલ છે. છત્તીસગઢ: મતદાન વચ્ચે બ્લાસ્ટમાં ઇલેક્શન ડ્યૂટીમાં તૈનાત CRPF જવાન ઘાયલ થવાના સમાચાર છે. કોબ્રા બટાલિયનનો એક જવાન ઘાયલ થયો હતો. સૈનિક ચૂંટણી ફરજ પર તૈનાત હતો. સુકમાના એસપી કિરણ ચૌહાણે આ જાણકારી આપી છે. 
 
મંગળવારે મિઝોરમ-છત્તીસગઢ વિધાનસભાની ચૂંટણીના મતદાનની શરૂઆત સાથે એક મહિના સુધી પાંચ રાજ્યોમાં ચાલનારા ‘ચૂંટણીજંગ’નું બ્યુગલ ફૂંકાઈ ગયું. આ ચૂંટણીઓ એટલા માટે પણ મહત્ત્વની છે, કારણ કે તેને ‘લોકસભાની ચૂંટણીનું સેમિફાઇનલ’ ગણાઈ રહી છે.
 
મિઝોરમની તમામ 40 અને છત્તીસગઢની પ્રથમ તબક્કાની 20 વિધાનસભા બેઠકો માટે મંગળવારે મતદાન યોજાઈ રહ્યું છે. મિઝોરમમાં શાસક પક્ષ મિઝો નેશનલ ફ્રન્ટ (એમએનએફ) અને છત્તીસગઢની શાસક પાર્ટી કૉંગ્રેસે આ વખતેય ચૂંટણીમાં જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
 
નોંધનીય છે કે આ તબક્કા બાદ મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન અને તેલંગાણામાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. આ તમામ રાજ્યોનાં ચૂંટણીપરિણામો એક સાથે 3 ડિસેમ્બરના રોજ જાહેર થવાનાં છે.
 

સંબંધિત સમાચાર

Next Article