ECનો કેન્દ્રને આદેશ, કેન્દ્રીય બજેટમાં ચૂંટણી રાજ્યો માટે ન કોઈ લૉલીપોપ ન હોવી જોઈએ !

Webdunia
મંગળવાર, 24 જાન્યુઆરી 2017 (11:48 IST)
કેન્દ્રીય અંદાજ પત્ર મતલબ બજેટ હવે 1 ફેબ્રુઆરીએ જ આવશે. ચૂંટણી પંચે કેન્દ્ર સરકારને બજેટ રજુ કરવાની મંજૂરી આપી દીધી. પણ આ સાથે જ તેમણે શરત મુકી છે કે તેમા પાંચ ચૂંટણી રાજ્યો સાથે જોડાયેલ કોઈ યોજનાનુ એલાન કરી શકાતુ નથી અને ન તો આ રાજ્યોમાં સરકારની ઉપલબ્ધિયોના વખાણ થવા જોઈએ. 
ચૂંટણી પંચે પોતાના આદેશમાં એ પણ સ્પષ્ટ કર્યુ કે સરકાર આ પાંચ રાજ્યોમાં પોતાની નીતિયો અને ઉપલબ્ધિયોના વખાણ બજેટ ભાષણમાં નહી કરે. કારણ કે આવુ કરવાથી સ્વતંત્ર અને નિષ્પક્ષ ચૂંટણીની ભાવના પર અસર પડશે. 
 
ઉલ્લેખનીય છે કે પંજાબ, યૂપી, ઉત્તરાખંડ, મણિપુર અને ગોવા રાજ્યમાં 4 ફેબ્રુઆરીથી 8 માર્ચ વચ્ચે ચૂંટણી થવાની છે. બીજી બાજુ કેન્દ્રની બીજેપી નીત સરકાર 1 ફેબ્રુઆરીના રોજ સામાન્ય બજેટ રજુ કરવા જઈ રહી છે. આવામાં કોંગ્રેસની આગેવાનીમાં વિપક્ષી દળોએ આયોગને આ બાબતે ફરિયાદ કરી હતી અને બજેટની તારીખ આગળ વધારવાની માંગ કરી રહ્યા હતા. આ દળોની દલીલ હતી કે મતદાન પહેલા બજેટ ભાષણથી જનતા પર સત્તાધારી દળ અસર નાખવાની કોશિશ કરશે. 
 
તેથી વામપંથી, સમાજવાદી, જનતા દળ સહિત 13 વિપક્ષી દળોએ કોંગ્રેસને આગેવાનીમાં ચૂંટણી પંચ પાસે માંગ કરી હતી કે તેઓ મોદી સરકારને 11 માર્ચ પછી બજેટ રજુ કરવા કહે. આ સંબંધમાં કોંગ્રેસે અગાઉની યૂપીએ સરકાર દરમિયાન 2012માં બજેટ આગળ વધારવાની દલીલ પ્ણ કરી હતી. 
Next Article