ભારતના પરમવિર ચક્ર વિજેતા બહાદુર સૈનિક સુબેદાર જોગીન્દર સિંહના જીવન આધારિત ફિલ્મનું એક સોંગ 'ઇશ્ક દ તારા' એ અમેરિકાના ન્યૂયોર્ક ટાઈમ્સ સ્ક્વેર પર ધમાલ મચાવી દીધી હતી. આગામી 6 એપ્રિલના રોજ રિલિઝ થનારી ફિલ્મ 'સુબેદાર જોગીંદર સિંઘ' નું આ સોંગ ખૂબ જ ધૂમ મચાવી રહ્યું છે. ન્યૂ યોર્ક શહેરના ટાઇમ્સ સ્ક્વેર પર લોકો રંગબેરંગી લાઇટમાં, બહુ ચર્ચિત ફિલ્મ "સુબેદાર જોગીન્દર સિંઘ ના 'ગીત' ઇશ્ક દા તારા"ની પંજાબી લોક ધૂનથી જુમી ઉઠ્યાં હતાં. નોંધપાત્ર છે કે ફિલ્મના નિર્માતાઓએ ટાઇમ્સ સ્ક્વેર, ન્યૂ યોર્કમાં આ ગીતને રજૂ કર્યું. આ ગીત ફિલ્મનું એક નવું પાસું દર્શાવે છે. "ઇશ્ક દા તારા" ગીત તમારા ચહેરા પર સ્મિત લાવશે અને તમને દેશ માટે શહિદી વ્હોરી લેનારા સૈનિકોની વ્યક્તિગત લાગણીઓનો અનુભવ કરાવશે. ગિપ્પી ગરેવાલ અને રમણ રોમાના દ્વારા લખવામાં આવેલું ગીત લાગણીસભર સંસાર તરફ દોરી જાય છે. આ ગીત રાજસ્થાનના સુરતગઢમાં શૂટ કરવામાં આવ્યું છે. જે વીતેલા યુગની અનુભૂતિ આપે છે. એક મેળાના રૂપે ફિલ્માંકન કરાયેલું આ ગીત, પ્રેમાળ અનુભવ બનાવે છે. આ ગીતના શબ્દો હૃદય અને મનને સ્પર્શ કરી જાય છે. આ ગીત સાથે ફિલ્મ-મેકર્સે એક મોટો બેન્ચમાર્ક સ્થાપ્યો છે, જેણે વિશ્વભરમાં પ્રેક્ષકોને આકર્ષિત કર્યા છે. આ ગીતની સર્વત્ર પ્રશંસા કરવામાં આવે છે.સેવન કલર મોશન પિક્ચર, સાગા મ્યુઝિક અને યુનિસિસ ઇન્ફોસોલ્યુશન નિર્મિત ફિલ્મ સુબેદાર જોગિન્દરસિંગ 6 એપ્રિલ, 2018 ના રોજ વિશ્વભરમાં રજૂ થશે.