Samantha-Naga Divorce: તેલંગાનાની મંત્રીએ સામંથા પાસે માંગી માફી, નાગા સાથે ડાયવોર્સને લઈને આપ્યુ હતુ વિવાદિત નિવેદન

Webdunia
ગુરુવાર, 3 ઑક્ટોબર 2024 (10:44 IST)
કેટીઆરને સામંથા-નાગા છુટાછેડા સાથે જોડવાને લઈને તેલંગાનાના મંત્રીએ માફી માંગી લીધી છે. તેમણે કહ્યુ કે તેઓ કોઈપણ શરત વગર પોતાની ટિપ્પણી પરત લઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે આ બાબતે એ સમયે પ્રશ્ન ઉભો થયો હતો કે જ્યારે તેલંગાનાના વન મંત્રી કોંડા સુરેખાએ ભારત રાષ્ટ્ર સમિતિના નેતા કેટી રામા રાવ પર ગંભીર આરોપ લગાવ્યો હતો . તેમણે અભિનેતા નાગા ચૈતન્ય અને સામંથા પ્રભાના છુટાછેડા માટે કેટીઆરને જવાબદાર ઠેરવ્યો હતો. એટલુ જ નહી મંત્રીએ પોતાના આરોપોમાં ડ્રગ્સ અને બ્લેકમેલિંગનો પણ ઉલ્લેખ કર્યો હતો 
 
તેમણે સોશિયલ મીડિયા  સાઈટ 'X' પર લખ્યું, 'મારી કોમેન્ટનો ઈરાદો મહિલાઓ પ્રત્યે કોઈ અન્ય નેતાના ઓછા વિચારો પર સવાલ ઉઠાવવાનો હતો. મારો ઈરાદો સામંથા તારી ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો નહોતો. તમે જે રીતે આત્મવિશ્વાસ સાથે ઉછર્યા છો તે મારા માટે માત્ર પ્રશંસનીય જ નહી, પરંતુ એક આદર્શ પણ છે. જો તમને અથવા તમારા ફેંસને મારી ટિપ્પણીઓથી દુઃખ થયું હોય, તો હું મારી ટિપ્પણીઓ બિનશરતી પાછી ખેંચુ છું.. તેને અન્યથા લેશો નહીં.
 
કોંડા સુરેખાએ એનટીઆર પર લગાવ્યા હતા આરોપ 
તેલંગાનાની મંત્રી અને કોંગ્રેસ નેતાએ કેટીઆરને સામંથા અને નાગા ચૈતન્યના તૂટેલા સંબંધો સાથે જોડતા આરોપ લગાવ્યો હતો કે કેટીઆર અભિનેત્રીઓના ફોન ટેપ કરતા હતા અને તેમને બ્લેકમેલ કરતા હતા. કે સુરેખાએ કહ્યું હતું કે કેટી રામારાવના કારણે સામંથાના છૂટાછેડા થયા હતા, તે સમયે તે મંત્રી હતા અને અભિનેત્રીઓના ફોન ટેપ કરતા હતા અને પછી તેમની નબળાઈઓ શોધીને તેમને બ્લેકમેલ કરતા હતા. મંત્રીએ વધુમાં આરોપ લગાવ્યો હતો કે કેટીઆર અભિનેત્રીઓને ડ્રગ એડિક્ટ બનાવતા હતા અને પછી તેમ કરતા હતા. આ બાબત સૌ કોઈ જાણે છે, સામંથા, નાગા ચૈતન્ય, તેનો પરિવાર, બધા જાણે છે કે આવું કંઈક થયું હતું. 
 
મારુ નામ રાજનીતિક લડાઈથી દૂર રાખો - સામંથા 
બીજી બાજુ અભિનેત્રી રૂથ પ્રભુએ તેલંગાનાની મંત્રી કોંડા સુરેખાની ટિપ્પણી પર પ્રતિક્રિયા આપી હતી. સામંથાએ કહ્યુ હતુ કે તેમના ડાયવોર્સ તેમનો વ્યક્તિગત મામલો હતો. ઉલ્લેખનીય છે કે સામંથાએ બુધવારે સાંજે સોશિયલ મીડિય સાઈટ ઈંસ્ટાગ્રામ પર એક સ્ટોરીમાં સ્પષ્ટ કર્યુ હતુ કે તેમના ડાયવોર્સ પરસ્પર સહમતિ અને સૌહાર્દપૂર્ણ હતા અને તેમા કોઈ રાજનીતિક ષડયંત્ર સામેલ નહોતુ.  સામંથાએ લોકોને તેમના છૂટાછેડા અંગે અટકળો લગાવવી બંધ કરવાની પણ વિનંતી પણ કરી હતી.
 
નાગાર્જુને મંત્રી સુરેખા પર પણ નિશાન સાધ્યું હતું
મંત્રી કોંડા સુરેખાની ટિપ્પણીએ રાજ્યમાં ભારે વિવાદ ઉભો કર્યો હતો, જેમાં કેટલાક BRS નેતાઓ તેમજ તેલુગુ ફિલ્મ અભિનેતા નાગાર્જુન અક્કીનેનીએ તેની નિંદા કરી હતી. અભિનેતા નાગાર્જુને કહ્યું હતું કે સુરેખાએ તેના વિરોધીઓની ટીકા કરવા માટે ફિલ્મ સ્ટાર્સના જીવનનો ઉપયોગ કરવો જોઈએ નહીં, અને તેને અન્યની ગોપનીયતાનું સન્માન કરવા વિનંતી કરી હતી.
 
ઓક્ટોબર 2021 માં થયા હતા ડાયવોર્સ 
તમને જણાવી દઈએ કે અભિનેતા નાગાર્જુનના પુત્ર અભિનેતા નાગા ચૈતન્યના પહેલા લગ્ન અભિનેત્રી સામંથા રૂથ પ્રભુ સાથે થયા હતા. આ કપલે ઓક્ટોબર 2021 માં એક સંયુક્ત નિવેદન દ્વારા સોશિયલ મીડિયા પર તેમના અલગ થવાની જાહેરાત કરી હતી.

સંબંધિત સમાચાર

Next Article