સાઉથ સુપરસ્ટાર વિજય વિરુદ્ધ ફતવો જાહેર, મુસ્લિમોને તેમનું સમર્થન ન કરવાની અપીલ, ઇફ્તાર પાર્ટી દરમિયાન થયેલી ભૂલ બની કારણ

Webdunia
ગુરુવાર, 17 એપ્રિલ 2025 (09:49 IST)
સાઉથ ફિલ્મ સુપરસ્ટાર અને તમિલગા વેત્રી કઝગમના પ્રમુખ વિજય એક નવા વિવાદમાં ફસાયેલા હોય તેવું લાગે છે. બુધવારે ઓલ ઈન્ડિયા મુસ્લિમ જમાતે અભિનેતા વિરુદ્ધ ફતવો બહાર પાડ્યો હતો અને મુસ્લિમોને તેમની સાથે ન ઉભા રહેવા કહ્યું હતું. AIMJ ના પ્રમુખ મૌલાના મુફ્તી શહાબુદ્દીન રઝવી બરેલવીએ કહ્યું કે વિજયે મુસ્લિમોની છબી ખરાબ કરી છે, જેના કારણે તેમની વિરુદ્ધ ફતવો જારી કરવામાં આવ્યો છે.
 
મૌલાનાના જણાવ્યા મુજબ, વિજયે તેની ઇફ્તાર પાર્ટીમાં જુગારીઓ અને દારૂડિયાઓને આમંત્રણ આપ્યું હતું. આનાથી મુસ્લિમોની છબી ખરડાઈ. આ કારણોસર તેમની વિરુદ્ધ ફતવો જારી કરવામાં આવ્યો હતો. રિઝવીએ કહ્યું, "તેમણે એક રાજકીય પક્ષ બનાવ્યો છે અને મુસ્લિમો સાથે સૌહાર્દપૂર્ણ સંબંધો જાળવી રાખ્યા છે. જોકે, તેમણે તેમની ફિલ્મોમાં મુસ્લિમોને આતંકવાદીઓ તરીકે નકારાત્મક રીતે દર્શાવ્યા છે."
 
વિજયથી નારાજ છે સુન્ની મુસલામાન  
મૌલાનાએ કહ્યું."તેમની ઇફ્તાર પાર્ટીમાં જુગારીઓ અને દારૂ પીનારાઓને આમંત્રણ આપવામાં આવ્યું હતું. આ બધાને કારણે, તમિલનાડુના સુન્ની મુસ્લિમો તેમનાથી નારાજ છે. તેઓએ ફતવો માંગ્યો. તેથી, મેં મારા જવાબમાં એક ફતવો બહાર પાડ્યો છે જેમાં કહેવામાં આવ્યું છે કે મુસ્લિમોએ વિજય સાથે ઊભા ન રહેવું જોઈએ," 

<

#WATCH | Bareilly, Uttar Pradesh | On Fatwa against TVK President Vijay, President of All India Muslim Jamaat, Maulana Shahabuddin Razvi Bareilvi says, "...He has formed a political party and maintained cordial relations with Muslims. However, he has portrayed Muslims in a… pic.twitter.com/vMHXZBjPEo

— ANI (@ANI) April 17, 2025 >
 
વાય સિક્યોરિટી માંગવાથી શરૂ થયો વિવાદ  
આ વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે વિપક્ષે આરોપ લગાવ્યો કે ટીવીકેએ કેન્દ્ર પાસેથી વિજય માટે વાય-સુરક્ષા માંગી છે કારણ કે તેમને ડર હતો કે અભિનેતાને "મુસ્લિમોથી ખતરો" છે, જેના કારણે આ વિવાદ શરૂ થયો. VCK ના પ્રવક્તા વન્નિયારાસુએ જણાવ્યું હતું કે, "વિજયે તેની ફિલ્મો 'કાથી' અને 'બીસ્ટ' માં મુસ્લિમોને ખરાબ રીતે દર્શાવ્યા છે. તેથી, વિજય અને ટીવીકેને લાગ્યું કે અભિનેતાને મુસ્લિમો તરફથી ખતરો હોઈ શકે છે અને તેમણે ગૃહ મંત્રાલય પાસેથી સુરક્ષા માંગી." જોકે, ટીવીકે અને સાથી તમિલનાડુ મુસ્લિમ લીગે આ આરોપોને નકારી કાઢ્યા હતા અને કહ્યું હતું કે તે ડીએમકે અને તેના સાથી પક્ષો દ્વારા મુસ્લિમોને ટીવીકેથી દૂર રાખવાની એક કાવતરું હતું.
 

સંબંધિત સમાચાર

Next Article