દેશભરમાં કોરોના વાયરસને કારણે ગત વર્ષની શરૂઆતમાં સિનેમાઓ બંધ કરાઈ હતી. જેના કારણે સિનેમા સંચાલકોએ ભારે હાલાકી વેઠવી પડી. જો કે લોકડાઉન પૂર્ણ થયા બાદ 50 ટકા ક્ષમતા સાથે થિયેટરો ખોલવામાં આવ્યા હતા. પરંતુ હવે સમાચાર એ છે કે થિયેટરોને સંપૂર્ણ ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
કેન્દ્રીય માહિતી અને પ્રસારણ પ્રધાન પ્રકાશ જાવડેકરે માહિતી આપી હતી કે 1 ફેબ્રુઆરીથી 100% ક્ષમતાવાળા દેશમાં સિનેમા હોલ ચલાવવાની મંજૂરી આપવામાં આવી રહી છે. કોવિડ 19 થી સંબંધિત તમામ માર્ગદર્શિકા સિનેમા હોલમાં અનુસરવામાં આવશે. પ્રકાશ જાવડેકરે કહ્યું કે સરકાર વધુને વધુ ઓનલાઈન બુકિંગને પ્રોત્સાહિત કરી રહી છે. બંને શો વચ્ચે થોડો સમય રાખવામાં આવશે જેથી બિલકુલ રશ ન આવે.