- અયોધ્યામાં ભવ્ય રામ મંદિર ઉદ્ઘાટન સમારોહ માટે ફિલ્મ સ્ટાર્સ
- કલાકારો અને અભિનેત્રીઓ પારંપરિક વસ્ત્રોમાં એરપોર્ટ પર જોવા મળી
અયોધ્યામાં ભવ્ય રામ મંદિર ઉદ્દઘાટન (Ram Mandir Inauguration) અને પ્રાણ-પ્રતિષ્ઠા સમારંભમાં અનેક બોલીવુડ કલાકારોને આમંત્રણ મોકલવામં આવ્યુ હતુ. ફિલ્મી દુનિયા સાથે જોડાયેલ મોટી મોટી હસ્તિયોને સોમવારે સવારથી જ અયોધ્યા પહોચવુ શરૂ કરી દીધુ. અભિનેતા અમિતાભ બચ્ચન, અનુપમ ખેર, રણદીપ હુડ્ડા સહિત અનેક એક્ટર અને એક્ટ્રેસેસને ઉડાન ભરતા પહેલા મુંબઈ અને ચેન્નઈ એયરપોર્ટ પર સ્પોટ કરવામાં આવ્યા.
રણદીપ હુડા-લિન લેશરામ
અયોધ્યા જતા પહેલા નવા પરણેલા કપલ રણદીપ હુડા અને લીન લેશરામ એરપોર્ટની બહાર જોવા મળ્યા હતા. રણદીપે મીડિયા સામે જય શ્રી રામના નારા પણ લગાવ્યા હતા. જ્યારે ઉદઘાટન વિશે પૂછવામાં આવ્યું ત્યારે અભિનેતા રણદીપ હુડ્ડાએ કહ્યું, "ભારત માટે આ એક મોટો દિવસ છે."
અનુપમ ખેર
'કાશ્મીર ફાઇલ્સ'ના અભિનેતા અનુપમ ખેર અયોધ્યા જતા પહેલા રવિવારે એરપોર્ટ પહોંચ્યા હતા. અભિનેતાએ ઈન્સ્ટાગ્રામ પર ફ્લાઇટની અંદર ભગવો રામ ધ્વજ ધારણ કરતો એક વીડિયો પણ પોસ્ટ કર્યો હતો. તેમણે કહ્યું, "હું તમામ રામ ભક્તો સાથે અયોધ્યા પહોંચ્યો છું. ફ્લાઇટમાં અપાર ભક્તિનું વાતાવરણ હતું. અમે ધન્ય છે, આપણો દેશ ધન્ય છે! જય શ્રી રામ!"
રણબીર કપૂર-આલિયા ભટ્ટ
બોલિવૂડ એક્ટર રણબીર કપૂર તેની પત્ની આલિયા ભટ્ટ સાથે અયોધ્યા જતા પહેલા મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યો હતો. જ્યારે આલિયા ટ્રેડિશનલ કપડામાં ખૂબ જ સુંદર દેખાતી હતી, તો રણબીર પણ ધોતી-કુર્તામાં ખૂબ જ હેન્ડસમ લાગતો હતો. તેમની જોડી ખૂબ સારી રીતે મળી રહી હતી.
વિકી કૌશલ- કેટરિના કૈફ
અભિનેતા વિકી કૌશલ તેની પત્ની કેટરિના કૈફ સાથે અને અભિનેત્રી માધુરી દીક્ષિત તેના પતિ શ્રીરામ નેને સાથે અયોધ્યાની ફ્લાઈટ લેતા પહેલા મુંબઈ એરપોર્ટની બહાર પરંપરાગત કપડાંમાં જોવા મળ્યા હતા. બંને યુગલોએ હાથ જોડીને પાપારાઝીનું સ્વાગત કર્યું.
કંગના રનૌત
'ક્વીન' અભિનેત્રી કંગના રનૌત રવિવારે અયોધ્યા પહોંચી હતી. આ દરમિયાન તેમણે અયોધ્યાના એક મંદિરમાં સફાઈ અભિયાનમાં પણ ભાગ લીધો હતો. કંગના રનૌત રેડ એંડ ગોલ્ડ રંગની સિલ્ક સાડીમાં હનુમાન ગઢી મંદિરમાં સફાઈ કરતી જોવા મળી હતી. તેણે ન્યૂઝ એજન્સી ANIને કહ્યું, "અયોધ્યાને દુલ્હનની જેમ શણગારવામાં આવી છે. ઘણી જગ્યાએ ભજન અને યજ્ઞોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. એવું લાગે છે કે જાણે અમે પહોંચી ગયા છીએ. 'દેવ લોક'... જે લોકો આવવા નથી માંગતા તેમના વિશે અમે કંઈ કહી શકતા નથી... અત્યારે અયોધ્યામાં રહીને સારું લાગે છે."