સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીની મતગણતરી 2 માર્ચ, મંગળવારે એટલે કે આજે યોજાશે. નગરપાલિકાની 8,473, જિલ્લા પંચાયતમાં 980 અને તહસીલ પંચાયતમાં 4,773 બેઠકો માટે કુલ 36,008 બૂથ મતદાન થયા છે. રાજ્ય ચૂંટણી પંચના જણાવ્યા મુજબ ગુજરાતની 81 નગરપાલિકાઓ, 31 જિલ્લા પંચાયતો અને 231 તહસીલ પંચાયતોની ચૂંટણીમાં લગભગ 64 ટકા મતદાન નોંધાયું છે.
આંકડા મુજબ 81 નગરપાલિકાઓમાં 58.82 ટકા મતદાન થયુ, 31 જિલ્લા પંચાયતોમાં. 65.80 ટકા અને ૨31 તહસિલ પંચાયતોમાં. 66.60 ટકા મતદાન નોંધાયું છે.
વેબદુનિયા ગુજરાતીમાં આપને સવારે 8 વાગ્યાથી આ પરિણામોના તાજા અપડેટ જોવા મળશે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં નગર પાલિકા, જીલ્લા પંચાયત , તાલુકા પંચાયત ચૂંટણીની મતગણતરીમાં કોણ આગળ, કોણ જીત્યુ અને કોણ હાર્યુ એ વિશેની આપ તમામ અપડેટ જોશો
12:45 PM, 2nd Mar
- #ભરૂચ
કોંગ્રેસના ગઢમાં પાછુ બીજું ગાબડું
કોંગ્રેસની પરંપરાગત ભરૂચ જિલ્લાના પાલેજ જિલ્લા પંચાયત બેઠક પર ભાજપની 1100 મતે જીત
અમરેલી જિલ્લામાં 5 નગરપાલિકા,11 તાલુકા પંચાયત અને એક જિલ્લા પંચાયતની મતગણતરીનો પ્રારંભ 9 વાગ્યે થશે. સાવરકુંડલા, અમરેલી,બગસરા,બાબરા અને દામનગર નગપાલિકાની મતગણતરી હાથ ધરાશે.
બોટાદ
બોટાદ જિલ્લા પોલીસ દ્વારા તાલુકા/જિલ્લા પંચાયત અને નગર પાલિકા મત ગણતરીનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો.
એસપી હર્ષદ મહેતા ના સુપર વિઝન હેઠળ 03 ડી.વાય.એસ.પી.,06 પી.આઈ.,18 પી.એસ.આઈ.,405 પોલીસ જવાન,244 હોમગાર્ડઝ તથા જી.આર.ડી. જવાન,
06 સેક્શન એસ.આર.પી. જવાનનો એમ કુલ 677 અધિકારી/કર્મચારીઓનો ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવેલ છે.
11 વિડીયો ગ્રાફર દ્વારા વિડીયોગ્રાફી કરવામાં આવશે.
બાવળા
અમદાવાદ બાવળાની એમ.સી અમીન ગર્લ્સ હાઈસ્કૂલ પર થશે મતગણતરી, 4 જિલ્લાપંચાયત, 18 તાલુકા પંચાયત અને 1 નગરપાલિકાની થશે મતગણતરી, મતગણતરી સેન્ટર પર પુરતો પોલીસ બંદોબસ્ત, મતગણતરી સેન્ટરમાં કોવિડની ગાઈડલાઈનનું કરવામાં આવશે પાલન સાથે જ મતગણતરી પ્રક્રિયાનુ CCTV દ્વારા મોનિટરીંગ કરવામાં આવશે.
સાબરકાંઠામાં જિલ્લા પંચાયત,આઠ તાલુકા પંચાયત અને બે નગરપાલિકાની ચૂંટણીની મતગણતરી હાથ ધરાશે જેમાં જિલ્લા પંચાયતની 36 બેઠક અને આઠ તાલુકા પંચાયતની 172 બેઠક ની મતગણતરી હાથ ધરાશે. જિલ્લાના આઠ સેન્ટર પર મતગણતરી હાથ ધરાશે. હિંમતનગર અને વડાલી નગરપાલિકાની 15 વૉર્ડ ની મતગણતરી હાથ ધરાશે.
સુરેન્દ્રનગર
જિલ્લા પંચાયત, ૧૦ તાલુકા પંચાયત, ૫ નગરપાલિકાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ટૂંક સમયમાં મત ગણતરી શરૂ થશે. સુરેન્દ્રનગર નગરપાલિકા માટે શહેરની આર્ટસ કોલેજ ખાતે મત ગણતરીનો પ્રારંભ થશે. લીંબડી, ચોટીલા, ધ્રાંગધ્રા અને પાટડી નગરપાલિકા સહિત તાલુકા પંચાયત માટે જે તે શહેરમાં મત ગણતરી શરૂ થશે
. ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને કોરોના ની ગાઈડ લાઈન સાથે મત ગણતરી હાથ ધરવામાં આવશે.
જેતપુર જિલ્લા પંચાયત ની 4 બેઠક અને તાલુકા પંચાયત 20 બેઠકમાં પોસ્ટલ બેલેટ ની મતગણતરી શરૂ,
ભાવનગર
ભાવનગર
જીલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીમાં હાલ મતગણતરી ની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે ત્યારે ભાવનગર અને ઘોઘા તાલુકાની મતગણતરી હાલ શહેરની પોલીટેકનિક કોલેજ ખાતે આયોજન કરવામાં આવ્યુ છે જ્યાં તમામ કર્મચારીઓ ને ચુસ્ત સુરક્ષા વચ્ચે પ્રવેશ આપવામાં આવી રહ્યો છે,
07:32 AM, 2nd Mar
31 જિલ્લા પંચાયતની 980 બેઠકો પર ભાજપના 954, કોંગ્રેસના 937, આપના 304 અને અન્ય 460 મળીને કુલ 2,655 ઉમેદવારો મેદાનમાં છે અને 25 બેઠકો બિનહરીફ જાહેર કરવામાં આવી છે.