સંપૂર્ણ લોકડાઉન દ્વારા કોરોના કેસોમાં 161 ગણો ઘટાડો થઈ શકે છે - અભ્યાસ

ગુરુવાર, 26 માર્ચ 2020 (08:51 IST)
21 દિવસનું  લોકડાઉન તમને પરેશાન કરી શકે છે, પરંતુ કોરોના જેવા સંક્રમિત વાયરસને રોકવાનો સંપૂર્ણ લોકડાઉન એ સૌથી અસરકારક રીત છે. યુનાઇટેડ સ્ટેટ્સમાં યુનિવર્સિટી ઓફ મિશિગન અભ્યાસ સૂચવે છે કે એક અઠવાડિયાના કુલ લોકડાઉનથી કોરોનાના સંભવિત ચેપમાં 161 ગણો ઘટાડો થાય છે. આ  ટ્રાફિક અને સામાજિક ક્વોરોંટાઈન જેવા પગલાઓ કરતાં વધુ અસરકારક છે.
 
અભ્યાસમાં સૂચવવામાં આવ્યું છે કે જો કોરોના વાયરસને રોકવા માટે કોઈ પગલા લેવામાં નહીં આવે તો. 15 મે સુધીમાં, 100,000 વસ્તી દીઠ 161 લોકો કોરોના ચેપથી સંક્રમિત થઈ જશે,  જો દેશભરમાં ટ્રાફિક પર પ્રતિબંધ મુકવામાં આવે તો આ સંખ્યા ઘટીને  લાખ દીઠ 48  થશે. . ટ્રાફિક પ્રતિબંધની સાથે લોકોને સોશિયલ ક્વોરોંટાઈન કરી દેવામા આવે તો  પણ લાખ દીઠ 4 લોકો આ ચેપનો ભોગ બનશે. એ જ રીતે સંપૂર્ણ લોકડાઉનથી  એક અઠવાડિયા એક મિલિયન વસ્તીમાં એક વ્યક્તિમાં કોરોના ચેપ લાવી શકે છે. નિષ્ણાતોના મતે, ત્રણ અઠવાડિયાના લોકડાઉનથી કોરોના વાયરસના ચેપને સંપૂર્ણપણે બેઅસર કરી શકાય છે.
 
તો અઢી મહિનામાં 16 કરોડને પાર 
 
અભ્યાસમાં કહેવામાં આવ્યુ  છે કે જો કડક પ્રતિબંધો હટાવવામાં નહીં આવે તો દેશમાં કોરોના ચેપના કેસો, જે ફક્ત થોડાક છે તે આવતા અઢી મહિનામાં તે 16 લાખથી વધુ થઈ જશે. પછી તેમને રોકવું અશક્ય રહેશે. અભ્યાસ મુજબ હાલના દર પ્રમાણે 15 એપ્રિલ સુધીમાં દેશમાં કોરોના ચેપ 4800 સુધી પહોંચશે. આવતા એક મહિનામાં એટલે કે 15 મે સુધીમાં 9.15 લાખ, 1 જૂન સુધીમાં 14.60 લાખ અને  15 જૂન સુધીમાં 16.30 લાખને પાર થઈ જશે. 
 
કેટલો સાચો છે અભ્યાસ
 
આ અભ્યાસનો ડેટા અત્યાર સુધી એકદમ સાચો સાબિત થયો છે. અભ્યાસમાં 17,18 અને 19 માર્ચ માટે ભારતમાં માં 119, 126 અને 133 કેસની આગાહી કરવામાં આવી હતી. હકીકતમાં આ તારીખ પર અનુક્રમે 142, 156 અને 194 કેસ નોંધાયા હતા.
 
 
આ રીતે દર્દીઓમાં વધારો થશે
 
તારીખ       સંભવિત દર્દી 
 
15 એપ્રિલ      4800
15 મે          915000
1 જૂન         1460000
15 જૂન        1630000
 
કયો ઉપાય કેટલો કારગર  
 
ઉપાય                                          શક્યત કેસ  
 
 
કોઈ રસ્તો નથી                                  161
ટ્રાફિક પ્રતિબંધ                                    48
ટ્રાફિક પ્રતિબંધો + સામાજિક ક્વોરોંટઈન         04
એક અઠવાડિયાનું સંપૂર્ણ લોકડાઉન               01

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર