મેષ રાશીની વ્યકતિની હાથની બનાવટ કોણ આકારની હોય છે. આંગળીઓના પ્રમાણે હથેળી મોટી હોય છે. હાથ મૂળમાં પહોળો તથા મથાળે સાંકડો હોય છે. માથુ મોટું અને મુખનો આકાર વિદ્વાન જેવો હોય છે. માથા કે કપાળ ઉપર ઘા નો ડાઘ હશે અથવા છાતી કે ચહેરા ઉપર તલ કે મસાનું નિશાન હશે. આ રાશીના વ્યક્તિની ભ્રમર હંમેશા ઊંચી રહે છે. તેઓ દરે સમયે સજાહ રહે છે. દરેક કામ પર સતર્ક રહે છે. સાથે સાથે તેમને સફાઇ પસંદ છે. દરેક કામ કુશળતાથી કરે છે. આંખ નબળી હોય છે. આ રાશીની અસર માથા પર હોય છે માટે માનસિક શાંતિ ઓછી હોય છે. તેમની પ્રકૃતિ ગરમ હોય છે માટે ગરમા ગરમ વસ્તુ ખાવાથી રોગના શિકાર બને છે.
મેષ - વ્યવસાય
મેષ રાશીની વ્યકિત વિદ્યુત, ખનિજ, સીમેન્ટ, મેડિકલ સ્ટોર, કોલસા, ખનિજ તેલ, મેડીકલ, દારૂગોળો, શસ્ત્રોની બનાવટ, રમત-ગમત, રંગ, જમીન-મિલ્કત, ઘડિયાલ, રેડીયો, તંમ્બાકુ, રાસાયણીક વગેરેમાં ધંધામાં સફળતા મળે છે. અને રૂપીયા કમાઇને જીવન પસાર કરે છે. આ વ્યવસાય માંથી કોઇપણ વ્યવસાય દ્વારા તેમને માન, સન્માન અને ધન પ્રાપ્ત કરે છે. મેષ રાશી વાળી વ્યકિતના કર્ક, સિંહ, વૃશ્ચિક, ધન અને મીન રાશિ સાથે ભાગીદારી સારી રહે છે અને મિત્રતા બને છે. મેષ રાશીની સ્ત્રીઓ પણ વેપારમાં સફળતા પ્રાપ્ત કરે છે.
મેષ - આર્થિક પક્ષ
મેષ રાશીની વ્યકિત પડકારને સ્વીકારીને પૂરા વેગથી આગળ વધે છે અને સફળતા મેળવે છે. સંઘર્ષ કરતો તેમને વિશેષ ગમે છે. આ કારણે તેમને સફળતા અને સુખ મળે છે. મેષ રાશીના મુલતઃ આશ્ચર્યજનક કાર્ય કરે છે. આ ગુણના કારણે તેઓ જે ક્ષેત્રમાં કામ કરે છે તેમાં સંઘર્ષ કરીને ધન અને સન્માન બંને મેળવે છે. તેમની આર્થિક સ્િથતિ સારી રહે છે.
મેષ - ચરિત્રની વિશેષતા
મેષ રાશીના ચરિત્રના મુખ્ય લક્ષણો - દુરાગ્રહી, સ્વાર્થી, ઉદ્યમી, આક્રમક, હિંસક, આવેગી. ચરિત્ર વિકાસના લક્ષણો - જોશીલો, સમર્થ, પરીશ્રમી, આગેવાન, મનથી અડગ, જીદ્દી, પોતાની ઓર સાચો હોય છે. નવા વિચારો પર મનન કરે છે. અંતઃ કરણના લક્ષણ - વિચાર, આયોજન અને ઇચ્છા દ્વારા પૃથ્વી પર દેવ તત્વની અભિવ્યક્તિમાં સહાયક, ચેતનાની નવી સીમામાં પ્રવેશ, બીજા માટે ઉદાહરણ રૂપ, ધાર્મિક નિયમોનું પાલન, વિચારોના નવા અને પ્રેરણા ના રસ્તા આપવા, અંતરાત્માની ઇચ્છામાટે જીદ્દી.
મેષ - આજીવિકા અને ભાગ્ય
મેષ રાશીની વ્યક્તિ નેતા અને આગેવાન બની શકે છે. તેમનો મંગળ સાથે નજીકનો સંબંધ છે માટે તેઓ સારા ઉદ્દેશને સરળતાથી મેળવી શકે છે. તેમને રાજકીય લાભ તથા સહકાર મળે છે. નેતા બનીને રાજકારણમાં લોકપ્રિય બનવા માગે છે. દરેક સમયે સલાહ આપે છે અને નવું કરવાની ધુન, ભૌતિક સુખ અને સાધનો વધારવામાં તૈયાર રહે છે. સતત ક્રિયાશીલ મસ્િતકના સ્વામી હોય છે. સંધર્ષ કરવાની પ્રકૃતિ હોય છે. નેતૃત્વનો ગુણ હોવાથી સારો શાસક રહે છે અને સફળ થાય છે. વધારે પ્રમાણે બહાદુરીના અને મહેનત વાળા કાર્યમાં રસ લે છે. સર્વેક્ષણ, વિદ્યુત મશીન, પોલીસ, શૈન્ય, ડોક્ટર, ખાણવિજ્ઞાન તથા ખેતી અને નેતૃત્વના કામમાં સફળ થાય છે. કુશળ સંગઠનકર્તા, નેતા, જાસૂસ, વેપારી, સુધારક, દલાલ, સલાહકાર, નિરીક્ષક, જમીન, તાંબુ, અને લોખંડ ના વ્યવસાય માં પણ સફળ થાય છે.
મેષ - ભાગ્યશાળી રંગ
મેષ રાશી માટે લાલ અને સફેદ રંગ શુભ હોય છે. આ રંગના વસ્ત્રો પહેરવાથી માનસિક શાંતિ મળે છે. ખીસ્સામાં હંમેશા લાલ રંગનો રૂમાલ રાખવાથી લાભ થાય છે.
મેષ - પ્રેમ સંબંધ
મેષ રાશીનું પાંચમું સ્થાન પ્રેમનું છે. આ સ્થાન સિંહ રાશીનું છે. આ દ્વારા જાણી શકાય કે આ વ્યકિત પ્રેમી હોય છે. પરંતુ તેમની મનની ઇચ્છા પૂર્ણ નથી થતી. આ વ્યકિત પ્રેમાળ હોય છે પરંતુ તેવી વ્યકિત ને પ્રેમ કરે છે જે પોતાને પ્રેમ કરતો હોય. લોકોને ઓળખવાની ક્ષમતા હોય છે માટેજ સ્વાર્થી લોકોને જલ્દીથી ઓળખી તેનાથી દૂર રહે છે. સ્વાર્થ પ્રત્યે તેને નફરત હોય છે. મેષ રાશી વાળી વ્યકિત સાહસિ, ઉત્સાહી અને મહત્વકાંક્ષિ હોવાથી પ્રેમ ના અભાવમાં કર્કશ બને છે. તેમને પ્રેમનો આનંદ ક્ષણિક મળે છે. તેમને જેવો પ્રેમ જોઇએ તેવો નથી મળતો માટે તે દુખી થઇ ને મનમાં ઘુટન અનુભવે છે. વિજાતીય પ્રેમ - જે વ્યક્તિ હંમેશા મેષ રાશીની વ્યક્તિ પાસે કંઇક ને કંઇક આશા રાખે તેવી વ્યક્તિ મેષ રાશી વાળાને પસંદ રહે છે. મેષ રાશીની વ્યક્તિ ભ્રમમાં રહીને તેને પોતાના ભક્ત સમજે છે પરંતુ અંતમાં તેને ધોખો મળે છે. વિજાતીયને આકર્ષવા તે કળા, સાહિત્ય અથવા રાજકારણ નો સહારો લ્યે છે. તેની સ્વતંત્ર પ્રકૃતિ તેને અકડતાની સીમા સુધી લઇ જાય છે. અને તે સિદ્ધાંતીક વાતો પર પણ ધ્યાન નથી આપતો. કેટલાક વ્યકિત ક્રોધી, ઉદાર અને કામુક હોય છે પરંતુ વિજાતીય સાથે સજાગ અને ડરતા હોય છે. જો વિશ્વાસ થાય તો ગાઢ મૈત્રી થાય છે. મેષ રાશી વાળી વ્યકિત સિંહ ની વિરૂધ્ધ લિંગ ને પોતાની તરફ જલ્દીથી આકર્ષિત કરે છે. મેષ રાશી સાથે બીજી મેષ રાશી ને સારુ બને છે. મેષ રાશી વાળા પુરૂષ કે સ્ત્રીસાથેનો સંપર્ક રોજ નવો હોય છે. પ્રેમી સ્વભાવ મુજબ વ્યવહાર કરે છે. મેષ રાશીની સ્ત્રીઓ સ્વાભિમાની હોય છે. તેમને ઝુકાવવાનો પ્રયત્ન વ્યર્થ જાય છે. તેમની સાથે સતત સંપર્ક રાખવાથી તે નિરૂત્સાહી થઇ જાય છે તે વધારે સમય આકર્ષણ નથી રહેતી.
મેષ - મિત્રતા
મેષ રાશી વાળા ને કુંભ રાશી સાથે વધુ ગાઢ મિત્રતા થાય છે. આ ઉપરાંત સિંહ, ધન અને મિથુન રાશી સાથે મિત્રતા રહે છે. તેમને મિથુન સાથે વિવાદ રહે છે. જ્યારે કર્ક અને મકર રાશી સાથે પણ બનતું નથી. તુલા રાશી ઉપર શાસન કરવા ઇચ્છે છે. તથા વૃષભ, કન્યા, વૃશ્ચિક અને મીન સાથે સમભાવ રહે છે. તેમના વૃષભ, કન્યા તથા મકર રાશી સાથેના સંબંધ લાભકારી રહે છે. કર્ક, વૃશ્ચિક તથા મીન રાશી સાથે જાગૃતતાથી વ્યવહાર કરવો, અન્યથા નુકશાન થઇ શકે છે.
મેષ -પસંદ-
મેષ રાશી વાળી વ્યક્તિને લોટરી, જુગાર જેવા ક્ષેત્ર જેમાં ઘન મળે તેવા વધારે પસંદ હોય છે. તેમના અનુમાન જુગાર, લોટરી ઘોડાદોડ, માં સાચો પડે છે અને જીતે છે. આ વ્યકિતને જે ક્ષેત્રમાં પોતાની પ્રતિભાનું પ્રદર્શન કરી શકાય તે વધારે પસંદ છે. તેમને નૃત્ય, અભિનય, જેવા ક્ષેત્ર વધારે પસંદ છે. કાચ કે માટીના વાસણ ભેગા કરવા, કપડા, રાચરચિલું, પુસ્તકો ભેગા કરવાનું વધારે પસંદ છે.
મેષ - લગ્ન અને દાંપત્ય જીવન
મેષ રાશી વાળી વ્યક્તિ હંમેશા પોતાની સ્ત્રીને વધારે આકર્ષક જોવા ઇચ્છે છે. તે પ્રેમનું આશ્વાસન મેળવવા માગે છે. મેષ રાશી ના સ્ત્રી કે પુરૂષને એકાંત દુખ દાયક લાગે છે. તેમને પોતાના જીવનસાથીનો સાથ અને સહકાર ગમે છે, પરંતુ ક્યરેક એવું કરવામાં ભૂલ થતા મુશ્કેલી ઊભી થાય છે. તેમાં કામ-ભાવના પ્રબળ હોય છે. સેક્સ સંબંધમાં તેઓ આકસ્િમક ઉત્પન્ન થતી ભાવનાથી વધારે સંબંધ રાખે છે. સૂર્ય, મંગળ, તથા શુક્રનો યોગ તેને સેક્સમાં આદર્શવાદી બનાવે છે. માટે તે રોજ નવીનતા ઇચ્છે છે. પોતાની વિવિધ પ્રકારની કામ ક્રીડા દ્વારા આ પુરૂષ પોતાની પત્નીના સૌંદર્ય આકર્ષણને જલ્દીથી સમાપ્ત કરે છે. પત્ની સુંદર હોવાથી ચરિત્ર પર હંમેશા શંકા કરે છે. માટે તેના દાંપત્ય જીવનમાં ગૃહ કલેશ રહે છે.
સેક્સલાઈફ
જીવન સાથી સાથે સંબંધ સારા ન હોવાથી સેક્સમાં તૃપ્તિ નથી મળતી.
મેષ - સ્વભાવની ખામી
મેષ રાશીની વ્યક્તિ પોતાને વધારે જ્ઞાની માને છે. પણ ધર્મ અને પોતાની ક્ષમતા તરફ તેને શંકા હોય છે. પોતાના છુપા રાજ જાહેર થાવનો તેને સતત ડર રહે છે. તેમને જલ્દીથી ગુસ્સો આવે છે અને અપમાન સહન કરી શકતા નથી. ધરમાં કોઇ પણ એક વ્યક્તિ સાથે સતત અણબનાવ રહે છે. ચર્ચા દરમ્યાન જોશ જલ્દીથી આવે છે. ઘણી વખત તેઓ નઇચ્છેલી વ્યક્તિના સંપર્કમાં આવી જાય છે. જેમાં ઘણી વખત ફસાઇ જાય છે. આવી સ્િથતિમાં સાવધાની અને સમજદારી નો ઉપયોગ ન કરવાથી નુકશાન થઇ શકે છે. આ વ્યક્તિ જિદ્દી સ્વભાવના હોય છે. જ્યારે મોટું નુકશાન થાય ત્યાં સુધી પોતાની ભુલ નો સ્વીકાર કરતા નથી. આ રાશીમાં શનિ હોય તો અશુભ ફળ આપે છે. તેઓ જેનું ભલું કરશે તેઓ જ મુશ્કેલીનું કારણ બનશે. મેષ્ા રાશીના પુરૂષનો એક વિશિષ્ટ ગુણ છે કે તેઓ એક વખત જેના થઇ જાય, તેમને પોતાનું સર્વસ્વ આપી દે છે. અને આ કારણે તેમને નુકશાન થાય છે. સેક્સની બાબતમાં આ વ્યક્તિ ઓચિંતી ઉત્પન્ન થતી ભાવનાથી વધારે સંચાલીત થાય છે જેના કારણે ઘણી વખત અપમાન થાય છે. સેક્સની બાબતમાં સમજદારીથી વ્યવહાર કરવો તેના માટે અત્યંત જરૂરી છે. પ્રેમની બાબતમાં તેઓ બીજાને મૂર્ખ બનાવે છે. સહનશીલતા, ધીરજ અને ઇર્ષાથી તેઓ સ્વયં પણ મૂર્ખ બને છે. ૐ ક્રાં ક્રીં ક્રૌં સઃ ભૌમાય નમઃ - આ મત્રનો ૧૦૦૦૦ વખત જાપ કરવાથી મનની ઇચ્છા પૂરી કરી શકે છે.
મેષ - ભાગ્યશાળી રત્ન
મેષ રાશી માટે શુભ રત્ન મૂંગા છે. જ્યારે મંગળ ખરાબ હોય ત્યારે મૂંગાને પહેરવો જોઇએ. તેને તાંબામાં લગાવીને મંગળવારે અનામિકા આંગળીમાં પહેરવો જોઇએ. અનામિકા આંગળીમાં પહેરવો લાભકારક છે. જો મૂંગા ન મળે તો હકીમ રત્ન પહેરવો જોઇએ. બીજા ઉપાયોમાં મંગળવારે ઉપવાસ કરવો જોઇએ અથવા મંગળવારે નાગ જિવ્હાનું મુળ લાવીને પાસે રાખવું જોઇએ. પાશ્ચાત્ય જ્યોતિષ પ્રમાણે માણેક અને હીરો પણ શુભ રત્ન છે.
મેષ - વ્યક્તિત્વ
મેષ રાશીની વ્યક્તિનું વ્યક્તિત્વ સ્પષ્ટતા વાદી, સરળ, અને નેતૃત્વની ભાવનાનું હોય છે. ક્યારેય તેઓ આપત્તિમાં આવે તો તે ક્ષણિક હોય છે. મેષ રાશીનું વ્યક્તિત્વ મુશ્કેલીઓને પાર કરીને અશક્યને શક્ય કરે છે. તેમનો સ્વભાવ ઉદાર હોય છે. મેષનો સ્વામી ગ્રહ મંગળ છે તેમાં અગ્નિ તત્વ વધારે હોય છે. આ કારણે તે ઉત્તેજનાની સાથે જલ્દીથી કામ કરવા વાળા હોય છે. તેઓ પોતાનું કાર્ય, મુશ્કેલીઓ કે અડચણો હોવા છતાં પૂર્ણ કરે છે. અને તે સ્વતંત્ર વિચારના, સ્વતંત્ર નિશ્ચયના અને મૌલીકતાના સમર્થક હોય છે. પોતાના લક્ષ્ય તરફ સફળતાથી પગલા ભરે છે, પરંતુ પરિસ્િથતિના કારણે ઘણી વખત જરૂરત કરતા વધારે ગભરાઇ જાય છે. તેઓ પોતાને દોષી સમજે છે. થોડા સમય પછી હિમતથી કામ કરીને મનના પસ્તાવાને દૂર કરી વિજય મેળવી આગળ વધે છે. મેષ રાશીની વ્યક્તિ પ્રેમાળ હોય છે. સ્વાર્થી પ્રત્યે તેને નફરત રહે છે. તેઓને બધા તરફથી પ્રેમ અને આદર મળે છે. આ વ્યક્તિનું મગજ અત્યંત તેજ હોય છે. તેઓ કોઇ વાતને મૂળથી તુરંત પકડી લે છે. લગભગ પરિણામનું અનુમાન મેળવી લે છે. તેઓમાં પોતાના સહયોગી પાસેથી કામ લેવાની આવડત હોય છે. નેતૃત્વ શક્તિના કારણે બધાજ સાથી અને સહયોગીનું સમર્થન મેળવે છે અને તેની ઇચ્છાઓને બધા માન આપે છે. તેઓ દરેક સમયે સજાગ રહે છે. દરેક કામમાં સતર્કતા પર તેમનું ધ્યાન રહે છે. દરેક નિર્ણય સાવધાનીથી લે છે. તેમાં મોડુ થાય તો દુખી નથી થતા અને બીજાની નિંદાની તરફ ધ્યાન નથી આપતા. ઘણી વખત તેઓ નઇચ્છેલી વ્યક્તિના સંપર્કમાં આવી જાય છે. જેમાં ઘણી વખત ફસાઇ જાય છે. આવી સ્િથતિમાં સાવધાની અને સમજદારી નો ઉપયોગ ન કરવાથી નુકશાન થઇ શકે છે. આ વ્યક્તિ જિદ્દી સ્વભાવના હોય છે. જ્યારે મોટું નુકશાન થાય ત્યાં સુધી પોતાની ભુલ નો સ્વીકાર કરતા નથી. આ રાશીમાં સૂર્ય બળવાનો હોય છે. ગુરૂ આ રાશિમાં સ્િથર હોય તો શુભ ફળ મળે છે.
મેષ - શિક્ષણ
મેષ રાશિની વ્યક્તિ સામાન્ય શિક્ષિત હોય છે. કેમકે તેમનો સંબંધ મન સાથે હોય છે માટે શિક્ષામાં વધારે સફળ હોય છે. તેમને મેડીકલ, એન્જીનિયરિંગ, રાજકારણ, રસાયણ શાસ્ત્રમાં વધારે સફળતા મળે છે.
મેષ - સ્વાસ્થ્ય
મેષ રાશીના લોકો સારા શરીરના સ્વામી હોય છે. જો દુર્ઘટનાથી બચે તો બીમાર ઓછા પડે છે. બાલ્યાવસ્થામાં શારીરિક દુખ, દાઝીજવું, લાગી જવું જેનાથી દુખ ભોગવવું પડે છે. મંગળ ગોચરમાં નીચનો હોય ત્યારે લખેલા રોગનાં લક્ષણો દેખાય છે. લોહીનો વિકાર, સંક્રમણ, લોહીનું ઊંચુ દબાણ, આંખના રોગ, સ્નાયુની કમજોરી, ખરજવું, ગુપ્ત રોગ, તાવ, અલ્સર, જલન, ટાયફોઇડ, હાડકાનું ભાંગવું, દાઝી જવું, ખોરાકમાં ઝેર, વાયુના વિકાર, શરદી વગેરે થાય છે. આ રાશીની અસર માથા પર હોય છે માટે માનસિક શાંતિ ઓછી હોય છે. માટે તેમને આરામની વધારે જરૂર હોય છે. સવારે ફરવું સારૂ રહે છે. ગરમ રાશીના કારણે ગરમ વસ્તુ ખાવાથી શરીરમાં રોગ થઇ શકે છે. તડકામાં ફરવું અને વધારે મહેનત કરવાથી શરીરને તકલીફ રહે છે અને સ્વભાવ ચિડચિડીયો થઇ જાય છે. વાંચવાનો શોખ હોય છે. ક્યરેક આંખો ખરાબ થઇ જાય છે. આ રાશીની સ્ત્રીઓમાં કંઇક ને કંઇક ખરાબી રહે છે. તેમાં જીવન શક્તિ ઓછી હોય છે. માથાનો દુખાવો રહે છે અને આંખ પણ નબળી થઇ જાય છે. અનિંદ્રા અને શુક્ર દોષની ફરીયાદ પણ રહે છે. તેમને પડીને વાગવાની સંભાવના રહે છે. ચા, કોફી, તંબાકૂ, અફીણ, ગાંજો, ભાંગ વગેરેનું સેવન તથા વધારે કામુકતા થી શરીર રોગી તથા નબળું થાય છે. તેમને હૃદયરોગઘ પેટમાં વાયુનો વિકાર, શરીરમાં ગરમીમાંથી એક ની ફરીયાદ હોયજ છે. ઓપરેશનનો યોગ બની શકે છે. સંતાન ઓછા હશે. સ્વતંત્ર રહેવાનું પસંદ કરે છે. ફરસાણ વધારે પસંદ છે પરંતુ તે નુકશાન કરે છે. તેમણે લોહીની શુદ્ધતા તરફ ખાસ ધ્યાન રાખવું જરૂરી છે કેમકે તેમને વધારે રોગ લોહીની અશુદ્ધિ દ્વારાજ થાય છે. ડોક્ટરના ઇલાજથી તેમને લાભ થાય છે. સમય લાયે છે પરંતુ રોગ મટી જાય છે. તેમણે સવારે પાણી, બપોરે છાસ અને રાત્રે દૂધ પીવાથી લોહીને શુદ્ધ કરવામાં લાભ થાય છે. યોગાસન અને વ્યાયામ કરવાથી શરીર સારૂ રહે છે. આજ તેમના માટે શ્રેષ્ઠ છે. મેષ અને કર્ક રાશિ માં જ્યારે ચંદ્ર હોય ત્યારે પ્રવાશ કે મુખ્ય કાર્ય કરવું નહી.
મેષ - ઘર-પરિવાર
આ રાશીની વ્યક્તિને પોતાના પરિવારથી પ્રેમ અને આદર મળે છે. તેમને સન્માન અને પ્રસન્નતા હંમેશા મળતા રહે છે. તેમને ફક્ત પરિવાર તરફથી જ નહી, આજુ-બાજુ અને સમાજ માંથી પણ આદર અને સન્માન મળે છે. તેઓ જ્યાં રહે ત્યાં તેમના પ્રશંસક રહે છે. નેતૃત્વનો ગુણ હોવાથી તેને પરિવાર તરફથી હંમેશા સમર્થન મળે છે અને તેનો આદર પણ કરે છે. મેષ રાશીના પતિ-પત્િન વચ્ચે ગાઢ પ્રેમ હોય છે. પરંતુ કંકાશ પણ તેના પ્રમાણમાં થાય છે. તેમનાં પરિવાર સાથેના સંબંધ પણ ખાટ્ટા-મીઠ્ઠા કે મીઠ્ઠા-ખાટ્ટા રહે છે. તેઓ સંતાનોને વધારે પ્રેમ કરે છે.
મેષ - ભાગ્યશાળી દિવસ
આ રાશીનો મંગળ સાથે નજીકનો સંબંધ છે માટે તેમનો શુભ દિવસ મંગળવાર છે. સાથે ગુરૂવાર અને રવિવાર પણ સારા રહે છે. શુક્રવાર તેમના માટે અશુભ હોય છે.
મેષ - ભાગ્યશાળી અંક
આ રાશી માટે ૯ નો અંકની શ્રેણી ૯, ૧૮, ૨૭, ૩૬, ૪પ, પ૪, ૬૩, ૭૨,.... શુભ રહે છે.