ડૉ. શ્રીરામ લાગુ જાણીતા નાટ્યકર્મી, ફિલ્મ અભિનેતા શ્રીરામ લાગુનું 92 વર્ષની વયે અવસાન થયું છે. 19 નવેમ્બર 1927માં મહારાષ્ટ્રના સાતારામાં જન્મેલા શ્રીરામ લાગુ છેલ્લા કેટલાક સમયથી બીમાર હતા.
100થી વધારે હિન્દી અને મરાઠી ફિલ્મોમાં કામ કરનાર શ્રીરામ લાગુના સંબંઘી સુનીલ મહાજને બીબીસીને કહ્યું કે મંગળવારે સાંજે લગભગ સાડા સાત વાગ્યે એમણે પૂણેમાં અંતિમ શ્વાસ લીધા.
સિનેમા ઉપરાંત તેઓ મરાઠી, હિન્દી અને ગુજરાતી રંગમંચ સાથે પણ સંકળાયેલા હતા. તેમણે 20થી વધારે નાટકોનું નિર્દેશન પર કર્યું હતું. મરાઠી નાટ્યજગતમાં એમને 20મી સદીના સૌથી દિગ્ગ્જ કલાકાર માનવામાં આવે છે. ડૉ. શ્રીરામ લાગુએ એમની આત્મકથા 'લમાણ'માં લખ્યું છે કે તેઓ જ્યારે આફ્રિકામાં હતા ત્યારે ત્યાં ગુજરાતીઓ ઘણા હતા અને તેમણે ગુજરાતી નાટક પણ કર્યાં હતાં.
Saddened to hear demise of veteran actor Dr. #ShriramLagoo sir. He was great socialist and versatile actor, his contributions will always be remembered for his memorable roles in theatre & films. #OmShanti