CAA : નાગરિકતા સંશોધન કાયદાનું સુપ્રીમ કોર્ટમાં શું થશે?

બુધવાર, 18 ડિસેમ્બર 2019 (10:30 IST)
નાગરિકતા સંશોધન કાયદા 2019 વિશે કહેવાય છે કે આ બંધારણના અનુચ્છેદ 14 અને 15નું ઉલ્લંઘન છે એ આધારે તેને કોર્ટમાં પડકારવામાં આવ્યો છે. આ મામલે અલગ અલગ 60 જેટલી પટિશિન સુપ્રીમ કોર્ટમાં થઈ છે અને 3 જજોની બૅન્ચ સુનાવણી કરશે. 
 
ભારતના બંધારણમાં અનુચ્છેદ 14 અંતર્ગત સમાનતાનો અધિકાર આપવામાં આવ્યો છે, જેમાં સ્પષ્ટ કહેવાયું છે કે રાજ્ય કોઈ પણ વ્યક્તિને કાયદા પ્રમાણે સમાન સંરક્ષણ આપવાથી ઇન્કાર ન કરી શકે. તેમાં નાગરિક અને બિનનાગરિક બંને સામેલ છે.
 
આજે આપણે જેને ભારતના નાગરિક બનાવાની વાત કરી રહ્યા છીએ તેમાં પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનના પ્રવાસીઓ સહિત અન્ય દેશોના પ્રવાસીઓ પણ સામેલ છે. સાથે જ એ દેશોના મુસલમાનો પણ સામેલ છે જેમને અનુચ્છેદ 14 હેઠળ સંરક્ષણ મળેલું છે.
 
સોનિયા ગાંધીએ મોદીની સ્ટાઇલમાં પૂછ્યું, 'મોદી સરકારના કામોની તપાસ થવી જોઈએ કે નહીં?'
 
અનુચ્છેદ 14ની માગ એવી ક્યારેય નથી રહી કે એક કાયદો બનાવવામાં આવે. પણ આપણે એ વાત જાણીએ છીએ કે દેશના સત્તારૂઢ પાર્ટી એક દેશ, એક કાયદો, એક ધર્મ અને એક ભાષાની વાત કરે છે. પરંતુ હવે આપણે વર્ગીકરણ કરીને કેટલાક લોકોને તેમાં સામેલ કરી રહ્યા છીએ અને કેટલાકને નહીં. જેમ કે ઇસ્લામ અને યહૂદી ધર્મના લોકોને છોડી દેવાયા છે. આ બંધારણની મૂળ ભાવનાની વિરુદ્ધ છે.
 
ઉદાહરણ તરીકે એવું કહેવામાં આવે કે જે પણ લોકો તેલંગાણામાં રહે છે, તેમને નાલસરમાં અનામત અપાશે અને અન્યને નહીં અપાય. તો એનો સીધો અર્થ એવો થાય કે તમે ડૉમિસાઇલ એટલે કે આવાસને આધારે અનામત આપી છે અને કોર્ટ પણ તેને સ્વીકારે છે.
 
આપણે સમજવું પડશે કે અનુચ્છેદ 14 આ માગ નથી કરતો કે લોકો માટે એક કાયદો હોય, બલકે દેશમાં અલગઅલગ લોકો માટે અલગઅલગ કાયદો હોઈ શકે છે, પરંતુ તેના માટે યોગ્ય અને નક્કર આધાર હોવો જોઈએ. જો વર્ગીકરણ થતું હોય તો એ ધર્મના આધારે ન થવું જોઈએ. તેવું વર્ગીકરણ આધુનિક નાગરિકતા અને રાષ્ટ્રીયતાની વિરુદ્ધ છે.
 
વિચારવા જેવી બાબત એ છે કે કોઈ પણ દેશ આ લોકોને જગ્યા શું કામ આપે. જો ભારત આવો કાયદો બનાવતું હોય તો એણે એવો કાયદો બનાવવો જોઈએ કે કોઈ પણ દેશ આપણા પર હસે નહીં. આપણું બંધારણ ધર્મના આધારે કોઈ પણ ભેદભાવ અને વર્ગીકરણને ગેરકાયદે સમજે છે.
 
જો સરકાર એવું કહી રહી હોય કે મુસલમાન એક અલગ વર્ગ છે તો પછી તમે યુનિફૉર્મ સિવિલ કોડ નહીં બનાવી શકો, કેમ કે પછી મુસ્લિમો એવું કહી શકે છે કે જો અમે અલગ વર્ગ છીએ તો અમારા માટે અલગ કાયદો પણ હોવો જોઈએ.
 
જો નાગરિકતા માટે અલગ કાયદો છે તો અમારા પર્સનલ લૉ પણ જોવા જોઈએ. આ રીતે તમે ક્યારેય કાયદામાં બદલાવ કે સુધારો નહીં લાવી શકો. હું એ સમજું છે કે આ બિલ બહુ ખતરનાક છે. આજે ધર્મના આધારે થતો ભેદભાવ યોગ્ય ઠેરવવામાં આવે છે. તો કાલે જાતિના આધારે પણ ભેદભાવ અને વર્ગીકરણને યોગ્ય ગણાવાશે.
 
આખરે આપણે દેશને કઈ દિશામાં લઈ જઈ રહ્યા છીએ? બંધારણ અનુસાર લોકોને આ રીતે વર્ગીકરણ કરવાનો કોઈ ઉદ્દેશ હોવો જોઈએ અને એ ન્યાયોચિત હોવો જોઈએ. 
 
આ વાત સ્પષ્ટ છે કે આપણો ઉદ્દેશ ન્યાયોચિત નથી.
 
આ બિલને લઈને કોર્ટમાં પડકારી શકાય છે, પરંતુ ભારતમાં જે બંધારણ છે એ અનુસાર જો સંસદ કોઈ કાયદાને પસાર કરાવે તો એનો અર્થ એ કે તે બંધારણીય છે. હવે, તો જે વ્યક્તિ તેને પકડારશે એને ભારે મુશ્કેલી પડશે, કેમ કે આ કાયદો કેવી રીતે ગેરબંધારણીય છે તે સાબિત કરવાનો ભાર એની પર રહેશે.
 
આ પ્રકારના કેસ ઘણી વાર બંધારણીય બેન્ચ પાસે જતા હોય છે અને બેન્ચ પાસે અગાઉથી જ ઘણા કેસ પડેલા હોય છે. એના કારણે તેની સુનાવણી ઝડપથી નહીં થાય.
 
કોર્ટમાં શું સાબિત કરવું પડશે?
 
દેશના જે સમજદાર લોકો છે એ જોઈ રહ્યા છે કે દેશ ખોટી દિશામાં જઈ રહ્યો છે. બંધારણનો મૂળભૂત ઢાંચો બદલી શકાતો નથી.
આ એક મામૂલી કાયદો છે જેના આધારે તમે બંધારણનો ઢાંચો બદલી ન શકો. માટે કોર્ટમાં એ વાત સાબિત કરવી પડશે કે કેવી રીતે આ કાયદો બંધારણના મૂળભૂત ઢાંચાને બદલી શકે છે.
 
જો કોર્ટ આ વાતને સ્વીકારે તો જ સ્થિતિ કંઈક બદલાઈ શકે છે. હવે દેશના લોકોની આશા સુપ્રીમ કોર્ટ પર છે અને સુપ્રીમ કોર્ટની એક પરીક્ષા થશે કે તે મૂળભૂત ઢાંચા જે રીતે પરિષાભિત કરતી આવી છે એને આ બિલ પર કેવી રીતે લાગુ કરશે. એના પર આખા દેશની નહીં પણ આખા વિશ્વની નજર રહેશે.
 
બહુસંખ્યકવાદને કારણે ઘણી વાર સંસદ ખોટા કાયદા બનાવી દે છે અને પછી કોર્ટો ન્યાયિક સમીક્ષાની તાકાતનો ઉપયોગ કરીને અંકુશ લગાવે છે અને બંધારણને બચાવે છે.
 
ભારતની કોર્ટની પ્રતિક્રિયા પર શું રહેશે એના પર વિશ્વની નજર ચોંટેલી છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર