શું રાહુલ ગાંધી અમેઠીમાં હારના ડરથી વાયનાડ ગયા?

અપર્ણા દ્વિવેદી
ગુરુવાર, 4 એપ્રિલ 2019 (14:01 IST)
લોકસભા ચૂંટણીમાં રાહુલ ગાંધી બે બેઠકો પરથી ચૂંટણી લડી રહ્યા છે. કૉંગ્રેસે સત્તાવાર જાહેરાત કરી દીધી છે કે રાહુલ ગાંધી પરંપરાગત બેઠક અમેઠીથી તો લડશે જ સાથે જ કેરળના વાયનાડથી પણ મેદાનમાં ઊતરશે.
કૉંગ્રેસનો દાવો છે કે દક્ષિણ ભારતમાં કૉંગ્રેસની પકડ મજબૂત કરવા માટે રાહુલ ગાંધીએ આ નિર્ણય લીધો છે.
જો કે, જેવી રાહુલ ગાંધીએ આ ઘોષણા કરી એવું તરત જ ભાજપ અધ્યક્ષ અમિત શાહે રાહુલ ગાંધી પર નિશાન તાક્યું છે.
તેમણે કહ્યું કે ભાજપથી ડરીને રાહુલ ભાગી રહ્યા છે.
કૉંગ્રેસનો દાવો છે કે રાહુલ ગાંધીને દક્ષિણ ભારતના ત્રણેય રાજ્યોમાંથી ચૂંટણી લડવા માટે પ્રસ્તાવ મોકલવામાં આવ્યો હતો.
કેરળ, તામિલનાડુ અને કર્ણાટકની પ્રદેશ કૉંગ્રેસ કમિટીએ એક પ્રસ્તાવ જાહેર કર્યો હતો કે રાહુલ ગાંધી તેમના પ્રદેશમાં ગમે ત્યાંથી ચૂંટણી લડે.
 

સંબંધિત સમાચાર

Next Article