પૂર્વ મંત્રી બિમલ શાહને ખેડાથી કોંગ્રેસની ટિકિટ મળતાં જ કોંગ્રેસમાં રાજીનામાનો દોર શરુ

ગુરુવાર, 4 એપ્રિલ 2019 (11:43 IST)
બુધવારે કોંગ્રેસે સાબરકાંઠા, બનાસકાંઠા, અમરેલી, ભાવનગર, ખેડા અને સુરત બેઠક પર ઉમેદવારના નામની જાહેરાત કરી હતી. બનાસકાંઠા બેઠક પરથી પરથીભાઈ ભટોળ, સાબરકાંઠા બેઠક પરથી રાજેન્દ્ર ઠાકોર, અમરેલી બેઠક પરથી પરેશ ધાનાણી, ભાવનગર બેઠક પરથી મનહર પટેલ, ખેડા બેઠક પરથી બિમલ શાહ અને સુરત બેઠક પરથી અશોક અધેવડાને ટિકિટ આપવામાં આવી છે.બિમલ શાહને ખેડા બેઠક પરથી લોકસભાની ટિકિટ મળતા જ કોંગ્રેસના કપડવંજના ધારાસભ્ય કાળાભાઈ ડાભીએ રાજીનામું ધરી દીધું છે. તેમણે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાને એક પત્ર લખીને રાજીનામું મોકલી આપ્યું હતું. કાળાભાઈ ડાભીએ અમિત ચાવડાને લખેલા પત્રમાં જણાવ્યું છે કે તેમની સાથે કોંગ્રેસના અનેક કાર્યકરો પણ કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી રહ્યા છે.કાળાભાઈ ડાભીએ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાને લખેલા રાજીનામાં પત્રમાં લખ્યું છે કે, "પાર્ટીના હાઇકમાન્ડ તરફથી ખેડા-17 સંસદીય મત વિસ્તારના ઉમેદવાર તરીકે વિમલભાઈ શાહના પસંદગી કરવામાં આવી છે. આ વાત જાણીને મને તેમજ પાર્ટીના સંખ્યાબંધ કાર્યકરોને દુઃખ થયું છે. મારા સહિત પાર્ટીના સંખ્યાબંધ કાર્યકરો વ્યથિત થઈને પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપીએ છીએ. આ વાતની ગંભીરતાપૂર્વક નોંધ લેવી."

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર