લોકસભા ચૂંટણી 2019- ચૌધરી સમાજના બાહુબલી નેતાઓ પરબત પટેલ અને પરથી ભટોળ વચ્ચે ચૂંટણી જંગ

ગુરુવાર, 23 મે 2019 (09:32 IST)
લોકસભા ચૂંટણી 2019- બનાસકાંઠા લોકસભા સીટ માટે ભારતીય જનતા પાર્ટીએ પરબતભાઈ પટેલ  સામે  મોડેમોડે કોંગ્રેસે મંગળવારે રાત્રે સહકારી આગેવાન પરથી ભટોળને ટિકિટ આપી દેતા કોંગ્રેસી છાવણીમાં સોપો પડી ગયો છે. પરથી ભટોળે પ્રતિક્રિયા વ્યક્ત કરતા જણાવ્યું કે ટિકિટ મળી છે તો ખુશી થઈ રહી છે. એક સમયના બંને મિત્રો વચ્ચે હવે ચૂંટણી જંગ ખેલાશે. ભાજપે ટિકિટ ન આપતાં તેનો લાભ કોંગ્રેસે લઈ પરથી ભટોળને અજમાવ્યા છે. પરબતભાઈ પટેલ અને પરથીભાઇ ભટોળ બંને ચૌધરી સમાજના બાહુબલી નેતા ગણાય છે. સામાજિક રીતે બંને પીઢ અનુભવી અને રાજનીતિક કુનેહ ધરાવે છે. જો ચૌધરી સમાજના વોટ વહેંચાઈ જશે તો હાર-જીતનું માર્જીન બહુ ઓછું રહેશે અને સંપૂર્ણ મદાર ઈતર સમાજના તેમજ ઠાકોર સમાજના મત ઉપર નિર્ણાયક રહેશે. ભાજપમાં હાલના સંજોગોમાં આંતરિક કલહ દેખાતો નથી પરંતુ કોંગ્રેસમાં આંતરિક કલહ છે કે કેમ તે પરથીભાઇના ફોર્મ ભરાયા બાદ સ્પષ્ટ થઇ જશે. ઠાકોર સમાજને બનાસકાંઠામાં ભાજપ-કોંગ્રેસે ટિકિટ ન આપતા કેટલેક અંશે નારાજગી છે જે ડેમેજ કંટ્રોલ કવાયત બંને પક્ષોએ કરવી પડશે.
 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર