ફતેહપુર સીકરીથી બહુજન સમાજવાદી પક્ષના નેતા ગુડુ પંડિતનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં તેઓ આ જ બેઠક પરથી કૉંગ્રેસના ઉમેદવાર રાજ બબ્બરને દોડાવી દોડાવીને મારવાની ધમકી આપતા દેખાઈ રહ્યા છે.
રવિવારે સમાજવાદી પક્ષના નેતા આઝમ ખાને તેમની સામે રામપુરથી ચૂંટણી લડી રહેલાં ભાજપનાં ઉમેદવાર જયા પ્રદા સામે અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હતો. આવી ભાષાના ઉપયોગના કારણે તેમની સામે ફરિયાદ નોંધવામાં આવી હતી અને ચૂંટણીપંચે પણ તેમની સામે કાર્યવાહી કરી હતી.