પેરિસની ઓળખ ગણાતા આઠસો વર્ષ જૂના ચર્ચમાં આગ

મંગળવાર, 16 એપ્રિલ 2019 (09:43 IST)
પેરિસના પ્રાચિન અને વિશ્વવિખ્યાત નોટ્ર-ડ્રામ કૅથેડ્રલમાં આગ લાગી અને જોતજોતામાં સમગ્ર ઇમારતને ઝપેટમાં લઈ લીધી.
આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી પણ દેવળમાં નવીનીકરણનું કામ ચાલી રહ્યું હતું. અધિકારીઓનું માનવું છે કે બની શકે કે આગ આ જ કારણસર લાગી હોય.
છેલ્લા સમાચાર મુજબ આગ આગને કાબુમાં લઈ લેવામાં આવી છે પણ મુખ્ય દેવળનું શિખર અને છત ધસી પડ્યાં છે. આ ઇમારત 850 વર્ષ જૂની છે.
ગત વર્ષે જ આ કૅથલિક દેવળને બચાવવા માટે આર્થિક સહયોગની અપીલ કરાઈ હતી.
અત્યંત જૂની હોવાને કારણે ઇમારત જીર્ણ અવસ્થામાં ઊભી છે.
ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમૅન્યુઅલ મેક્રોંને કહ્યું છે કે તેમની બધી જ સંવેદનાઓ કૅથલિક સમુદાય અને ફ્રાન્સના લોકો સાથે છે, જેમને આ દૂર્ઘટનાને કારણે આઘાત લાગ્યો છે.
અમેરિકન પ્રમુખે પણ આ અંગે ટ્ટીટ કરી ચર્ચને બચાવી લેવા અપીલ કરી હતી.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર