Ayodhya Verdict Live Updates: સુપ્રીમ કોર્ટનો ચુકાદો - મુસ્લિમ પક્ષને બીજુ સ્થાન આપવાનો આદેશ

Webdunia
શનિવાર, 9 નવેમ્બર 2019 (11:30 IST)
-અયોધ્યા વિવાદ પર સુપ્રીમ કોર્ટનો ચુકાદો સર્વસહમતિ એટલે 5-0થી આવ્યો છે
 
-  પાંચ જજોએ કહ્યું કે વિવાદાસ્પદ જમીન હિન્દુઓને સોંપવામાં આવે. કેન્દ્ર સરકાર એક ટ્રસ્ટ બનાવશે જે મંદિરનું નિર્માણ કરાવશે. આ જમીન અત્યારે કેન્દ્ર સરકારની પાસે રહેશે અને પછી  ટ્રસ્ટને અપાશે.
 
-  સુન્ની વક્ફ બોર્ડના વકીલે કોર્ટના ચુકાદાનું સ્વાગત કરતા કહ્યું કે અમે આ ચુકાદાનું સ્વાગત કરીએ છીએ. મુસ્લિમોએ રામને ઇમામ-એ-હિન્દનો દરજ્જો આપ્યો હતો.
 
-   કેન્દ્ર વિવાદાસ્પદ જમીનને મંદિર નિર્માણ માટે બોર્ડ ઓફ ટ્રસ્ટીઝને સોંપશે. મુસ્લિમોને અયોધ્યામાં 5 એકરની વૈકલ્પિક જમીન મળશે. આ જમીન સુન્ની વકફ બોર્ડને મળશે: સુપ્રીમ કોર્ટ
 
-  વિવાદાસ્પદ જમીન પર મંદિરના નિર્માણ માટે કેન્દ્ર સરકાર ટ્રસ્ટ બનાવે, 3 મહિનાની અંદર તેનો નિયમ બનાવે કેન્દ્ર: SC

મુસ્લિમ પક્ષને વૈકલ્પિક જમીન આપવાનો આદેશ 
- રામલલાનો જમીન પર દાવો કાયમ 
-સુન્ની વક્ફ બોર્ડને 5 એકર જમીન આપવાનો આદેશ 
મુસ્લિમ પાસે જમીન પર વિશેષ કબજો નહી 
- મુસ્લિમ જમીન પર પોતાનો એકાધિકાર સાબિત નથી કરી શક્યા - સુપ્રીમ કોર્ટ 
- વિવાદીત જમીન પર દાવો સાબિત નથી કરી શકયા મુસ્લિમ - સુપ્રીમ કોર્ટ 
- 18મી સદી સુધી નમાજના કોઈ પુરાવા નહોતા 
- આસ્થા કે વિશ્વાસના આધારે નિર્ણય નહી 
- અંગ્રેજોના સમયે નમાજના પુરાવા નથી 
આસ્થાના આધાર પર માલિકીનો હક નહી - કોર્ટ 
મંદિર તોડીને મસ્જિદ બનાવવાની ચોક્કસ માહિતી નથી - કોર્ટે   ASI રિપોર્ટના આધાર પર પોતાના નિર્ણયમાં કહ્યુ કે મંદિર તોડીને મસ્જિદ બનાવવાની માહિતી નથી 
- એએસઆઈએ ઈદગાહની વાત ન કરી 
- એએસઆઈ મંદિરની વાત કરી મસ્જિદનો ઉલ્લેખ ન કર્યો 
-નિર્મોહી અખાડાનો દાવો લિમિટેશનની બહાર  
- નિર્મોહી અખાડાનો દાવો થયો રદ્દ -CJI 

અયોધ્યા મામલે સુનાવણી શરૂ 
- નિર્ણય સંભળાવવામાં 30 મિનિટ લાગશે - CJI 
- બાબરના સમયમાં બનાવી હતી મસ્જિદ -  CJI 
- મીર બાકીએ બાબરના સમયે મસ્જિદ બનાવી હતી  

અયોધ્યા વિવાદ પર આજે સુર્પીમ કોર્ટનો નિર્ણય 
- સવારે 10.30 વાગ્યે આવશે સુપ્રીમ કોર્ટનો નિર્ણય 
- અયોધ્યા સહિત સમગ્ર ઉત્તર પ્રદેશમાં ધારા 144 લાગૂ 
- નિર્ણય પહેલા સુપ્રીમ કોર્ટની બહાર સુરક્ષા વધારવામાં આવી 
 
ચાર સૂટ પર નિર્ણય સંભળાવશે બેચ - ચીફ જસ્ટિસ રંજન ગોગોઈની આગેવાનીમાં સુપ્રીમ કોર્ટના પાંચ જજોની વિશેષ પીઠ ચાર સૂટ પર નિર્ણય સંભળાવશે. સૂટ નંબર 1 ગોપાલ સિંહ વિશારદ સાથે જોડાયેલો છે. બીજો નિર્મોહી અખાડા, ત્રીજો સુન્ની વક્ફ બોર્ડ અને ચોથો સૂટ રામલલા વિરાજમાન સાથે જોડાયેલો છે. 
 
કોર્ટમાં શુ થશે - સવારે 9.30 વાગ્યે બધા જજ કોર્ટમાં પહોંંચવા શરૂ થઈ જશે. ત્યારબાદ ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ સહિત બેચના બાકીના જજ પણ ત્યા પહોંચી જશે. ઠીક 10.30 વાગ્યે બધા પાંચેય જજ બેસી જશે અને પાંચ કવર ખોલવામાં આવશે. જેની અંદર અયોધ્યાનો નિર્ણય છે.  ત્યારબાદ અયોધ્યાનો નિર્ણય વાંચવામાં આવશે. 
 
સુપ્રીમ કોર્ટના વિસ્તારમાં ધારા 144 - અયોધ્યા નિર્ણય આવવામાં બસ થોડોક જ સમય બચ્યો છે. જે પહેલા સુપ્રીમ કોર્ટની બહાર સુરક્ષા વધારવામાં આવી છે. સાથે જ સમગ્ર વિસ્તારમાં ધારા 144 પણ લાગૂ કરવામાં આવી છે.  
 
નિર્ણય પહેલા શુ બોલ્યા નિર્મોહી અખાડાના વકીલ - નિર્ણય પહેલા નિર્મોહી અખાડાના વકીલ તરુણ જીત વર્માએ વેબદુનિયા સાથેની વાતચીતમાં કહ્યુ કે 491 વર્ષ પછી આ પ્રકારનો નિર્ણય આવી રહ્યો છે. જે ભારતને જોડવાનુ કામ કરશે.  તેમણે કહ્યુ કે આજે જે નિર્ણય આવશે તેનાથી સંપૂર્ણ વિવાદ ખતમ થઈ જશે. 
 
2010માં આવ્યુ હતુ કે ઈલાહાબાદ હાઈકોર્ટનો નિર્ણય - અયોધ્યા વિવાદ પર 30 સપ્ટેમ્બર 2010ના રોજ ઈલાહાબાદ હાઈકોર્ટનો નિર્ણય આવ્યો હતો. આ નિર્ણયમાં કોર્ટે 2.77 એકર જમીનને સુન્ની વક્ફ બોર્ડ, નિર્મોહી અખાડો અને રામલલા વચ્ચે વહેંચવાનો આદેશ આપ્યો હતો. કોર્ટના આ આદેશને જ સુપ્રીમ કોર્ટમાં પડકાર આપવામાં આવ્યો હતો. જેના પર લાંબી સુનાવણી પછી આજે સુપ્રીમ કોર્ટના પાંચ જજોની પીઠ પોતાનો નિર્ણય સંભળાવવા જઈ રહી છે. 
 
આ પાંચ જજોએ કરી સુનાવણી - ચીફ જસ્ટિસ રંજન ગોગોઈની આગેવાનીમાં પાંચ જજોની પીઠે આ મામલાની સુનાવણી કરી અને હવે આ પીઠ નિર્ણય સભળાવશે. આ પીઠમાં ચીફ જસ્ટિસ રંજન ગોગોઈના ઉપરાંત જસ્ટિસ એસએ બોબડે, જસ્ટિસ ડીવાઈ ચંદ્રચૂડ, જસ્ટિસ અશોક ભૂષણ અને જસ્ટિસ અબ્દુલ નજીરનો સમાવેશ છે.  આ પાંચ જજોએ અયોધ્યા વિવાદની સુનાવણી કરી છે. જ્યારબાદ આજે આ મામલામાં નિર્ણય આવી રહ્યો છે. 
 
નિર્ણય પછી AIMPLBની પ્રેસ કૉન્ફ્રેંસ - અયોધ્યા નિર્ણયને ધ્યાનમાં રાખતા રાજનીતિક દળોથી લઈને સામાજીક અને ધાર્મિક સંગઠનો સુધી દરેક બાજુથી શાંતિ બનાવી રાખવાની અપીલ કરવામાં આવી રહી છે. સવારે 10.30 વાગ્યે સુપ્રીમ કોર્ટનો નિર્ણય આવી જશે. જ્યારબાદ ઓલ ઈંડિયા મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડની લીગલ કમિટીના સંયોજક જફરયાબ જિલાની મીડિયાને સંબોધિત કરશે. જિલાની સાથે મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડના બીજા સભ્ય પ્ણ હાજર રહેશે. 
 
40 દિવસ સતત ચાલી સુનાવણી - ચીફ જસ્ટિસ રંજન ગોગોઈની અધ્યક્ષતાવાળી પાંચ સભ્યોની સંવિધાન પીઠે અયોધ્યા કેસમાં 40 દિવસ સુધી સતત સુનાવણી કરી. આ સુનાવણી 6 ઓગસ્ટથી શરૂ થઈ હતી.  જ્યારબાદ કોર્ટે પોતાનો નિર્ણય સુરક્ષિત રાખી લીધો હતો. 

સંબંધિત સમાચાર

Next Article