જ્યોતિષ શાસ્ત્ર મુજબ વૈશાખ માસની શુક્લ પક્ષ તિથિ ખૂબ જ ખાસ છે. કારણ કે આ દિવસે અક્ષય તૃતીયાનું પર્વ ઉજવાય છે. આ અબૂઝ મૂહૂર્ત પણ કહેવાય છે
કારણ કે આ દિવસે કોઈ પણ શુભ કાર્ય વગર મૂહૂર્ત જોઈને કરી શકાય છે. માન્યતા છે કે આ દિવસે કરેલ ઉપાય તરત જ ફળ પ્રદાન કરે છે. આજે અમે તમને અક્ષય તૃતીયા પર કરેલ થોડા ખાસ ઉપાય જણાવી રહ્યા છે. આ ઉપાયને વિધિ-વિધાન પૂર્વક કરવાથી તમારી દરેક મનોકામના પૂરી થઈ શકે છે.
ધન લાભ માટે ઉપાય
અક્ષય તૃતીયાની રાત્રે સાધક (ઉપાય કરતા માણસ) શુદ્ધતા સાથે સ્નાન કરી પીળી ધોતી ધારણ કરી અને એક આસન પર ઉત્તરની તરફ મુખ કરીએ બેસી જાઓ.
જ્યારે એમની સામે સિદ્ધ લક્ષ્મી યંત્રને સ્થાપિત કરે જે વિષ્ણુ મંત્ર થી સિદ્ધ હોય અને સ્ફટુક માલાથી નીચે લખેલા મંત્રના 21 માલા જાપ કરો. મંત્ર જપના વચ્ચે ઉઠવું નહી . ચાહે ઝાંઝરની આવાજ સંભળાય કે સાક્ષાત લક્ષ્મી પણ જોવાય .
મંત્ર
ૐ શ્રીં હ્રીં શ્રીં એં હ્રીં શ્રીં ફટ
આ ઉપાયને વિધિ-વિધાન પૂર્વક સંપન્ન કરવાથી ધનની દેવી માં લક્ષ્મી પ્રસન્ન થઈ શકે છે. અને સાધકની ધન સંબંધી સમસ્યા દૂર કરી શકે છે.
ધન લાભ માટે ઉપાય
અક્ષત તૃતીયાની રાત્રે આશરે 10 વાગ્યે નહાવીને સાફ પીળા રંગના કપડા પહેરી લો. એને ઉત્તર દિશાની તરફ મુખ કરીને કે ઉન કે કુશના આસન પર બેસી જાઓ. હવે એમની સામે બાજોટ કે ચોકી પર એક થાળીમાં કેસરનું સ્વાસ્તિક કે ૐ બનાવીને એના પર મહાલક્ષ્મી યંત્ર સ્થાપિત કરો. એ પછી એની સામે એક દિવ્ય શંખ થાળીમાં સ્થાપિત કરો.
આ ઉપાય રોજ કરો. આ ઉપાયથી ગ્રહોના અશુભ પ્રભાવ ઓછું થઈ શકે છે. અને તમારી દરેક મનોકામના પૂરી થઈ શકે છે. જો આ ઉપાય સૂર્યોદયના એક કલાક ના અંદર કરાય તો તરત જ ફળ આપે છે.
સમસ્યાઓના ઉકેલ માટે ઉપાય
અક્ષય તૃતીયા પર સરળ સાત ગોમતી ચક્ર અને મહાલક્ષ્મી યંત્રને સ્થાપિત કરો અને સાત તેલના દીપક લગાવો. આ બધુ એક થાળીમાં કરો અને આ થાળી તમારા સામે રાખો અને શંખ માલાથી આ મંત્રની 51 માલા જાપ કરો.
મંત્ર - હું હું હું શ્રીં શ્રીં બ્રં બ્રં ફટ
અક્ષય તૃતીયાના દિવસે આ ઉપાય કરવાથી સમસ્યાઓના નિદાન શક્ય છે.
માં લક્ષ્મીને પ્રસન્ન કરવાના ઉપાય
અક્ષય તૃતીયાની રાત્રે એકલામાં લાલ કપડા પહેરીને બેસો. સામે દસ લક્ષ્મી કારક કોડીઓ રાખી એક મોટું તેલનું દીપક પ્રગટાવી લો અને દરેક કોડીને સિંદૂરના રંગ કરી હકીકની માલાથી આ મંત્રના પાંચ માલા કરો.
મંત્ર - ૐ હ્રીં શ્રીં શ્રિયે ફટ
આ પ્રયોગથી ધનની દેવી લક્ષ્મી તરત જ પ્રસન્ન થઈ જાય છે અને એના જીવનમાં પછી ક્યારે ધનની કમી નહી હોય છે.