પોતાના વતનથી પિયરમાં આવી રહેલા મહિલા પોતાની સાથે કીમતી દાગીના લઈને આવ્યા હતા. તેઓ નારોલથી રિક્ષામાં બેઠા પણ રિક્ષાચાલકે તેને રસ્તામાં એક જગ્યાએ પણ મહિલા પોતાનો સામાન ભૂલી ગયા હતા. મહિલાને કઈ ખબર ના પડી કે તેમનો સામાન ક્યાં ગયો? તેઓ રડતા હતા, ત્યારે જ પોલીસ તેમની પાસે આવી અને કહ્યું, બા ચિંતા ના કરશો, અમે તમારી મદદ કરીશુ. પોલીસે આખા અમદાવાદની તમામ રિક્ષાચાલકોના સંપર્ક કર્યા નારોલથી લઈને નરોડા અને શ્યામલ ચાર રસ્તા સુધીની તમામ રિક્ષાઓ ચેક કરી હતી. આખરે 24 કલાકમાં મહિલાને તેમના સામાન શોધીને આપી દીધો હતો.
પોલીસે કહ્યું હતું કે, મહિલા અમારી પાસે આવ્યા ત્યારે ખૂબ ચિંતામાં હતા. તેમના સામાનની અંદર સોના-ચાંદીના દાગીના હતા. જે અંદાજીત બે લાખની કિંમતના હતા. મહિલા ચિંતામાં હતા અને પોલીસનું કામ હતું કે તેમને મદદ કરવી. અમે તાત્કાલિક તમામ રિક્ષાની તપાસ કરવાનું શરૂ કર્યું. નારોલથી લઈને અસલાલી બીજી તરફ નરોડા અને શ્યામલ ચાર રસ્તા સુધી રિક્ષા તપાસી હતી. તે દરમિયાન અમને એક કડી મળી, જેમાં એક રિક્ષા ચાલક પાસે આવું એક વસ્તુ એટલે કે પોટલું હતું.રિક્ષા ચાલકને ત્યાં પહોંચતા જ આ સામાન ખોલતા તેની અંદર મહિલાએ કીધેલી વસ્તુઓ હતી. અમે તાત્કાલિક મહિલાને તેમની કીમતી વસ્તુઓ પહોંચાડી હતી. બીજી તરફ રિક્ષાચાલક પણ આ વસ્તુ કોની રહી ગઈ છે તે ખબર ન હતી, એટલે પોતાના ઘરે સાચવી રાખી હતી. તેણે પણ પોતાની ઈમાનદારી બતાવીને પોલીસના મદદ કરી છે.જસદણમાં રહેતા ભારતીબેન પરમાર જસદણથી અમદાવાદ આવવા નીકળ્યા હતા. તેઓ પોતાની સાથે એક પોટલું લઈને નીકળ્યા હતા. તેઓ નારોલ તરફ આવી રહ્યા હતા ત્યારે રિક્ષામાં બેઠા હતા. તેઓ પોતાની સાથે કીમતી સામાન લઈને નીકળ્યા હતા. પરંતુ રિક્ષાચાલક અને ભારતીબેન બંનેને ખબર ન હતી કે ભારતીબેન જ્યાં ઉતરે ત્યાં તેમની રિક્ષામાં તેમનો સામાન રહી ગયો હતો, જેથી જેવું ભારતીબેનને ખબર પડી ભારતીબેન તરત ચિંતામાં મૂકાઈ ગયા હતા. આ સમયે નારોલ પોલીસને આ અંગેની જાણ થઈ હતી.