Ahmedabad News - અમદાવાદમાં 2 હજારની નોટથી સોનું ખરીદવાનો ભાવ રાતોરાત 70 હજારે પહોંચી ગયો

શનિવાર, 20 મે 2023 (13:42 IST)
કેન્દ્ર સરકારે મોડી સાંજે જે રૂ. 2 હજારની નોટ પરના આંશિક પ્રતિબંધો મૂક્યા છે. સપ્ટેમ્બર અંત સુધીમાં 2 હજારની નોટ દૂર થઈ જશે. રિઝર્વ બેન્કે 2 હજારની નોટ પર મૂકેલા આંશિક પ્રતિબંધના નિર્ણયને પગલે બુલિયન માર્કેટમાં 2016માં આવેલી નોટબંધી જેવી અફરાતફરી શરૂ થઈ ગઈ હતી. બુલિયન નિષ્ણાતો તેમજ જ્વેલર્સોએ નામ નહીં આપવાની શરતે  જણાવ્યું હતું કે, અત્યારે સોનામાં પ્રતિ 10 ગ્રામ રૂ.5 હજારથી 10 હજાર સુધીનું પ્રીમિયમ બોલાવા લાગ્યું છે. એટલે કે રૂ.2 હજારની નોટમાં સોનું ખરીદવું હોય તો રૂ.70 હજારનો ભાવ થઈ ચૂક્યો છે. આ ઉપરાંત અત્યારના પ્રાથમિક ધોરણે જ્વેલર્સોએ 2 હજારની નોટ સ્વીકારવાનું બંધ કરી દીધું છે. જોકે સરકારના 2 હજારની નોટ પરના ક્લેરિફિકેશન કેવા રહે છે તેવા અભ્યાસ બાદ જ ઇન્ડસ્ટ્રીઝ આગળનો નિર્ણય લેશે.

સોનાની સાથે ચાંદીમાં પણ પ્રીમિયમ બોલાયું છે. પ્રતિ કિલોગ્રામ 80 હજારનો ભાવ બોલાવવા લાગ્યો છે. બીજી તરફ આ નિર્ણયની અસર અંગે વેપારીઓના જુદા જુદા મત જોવા મળ્ય હતા. જો કે, મહદ્અંશે વેપારીઓનું માનવું છે કે, આ નિર્ણયની અસર ઉદ્યોગોને પડશે નહીં. અલબત્ત અર્થતંત્રને વેગ મળવાનો પૂરેપૂરો આશાવાદ છે. બિલ્ડરોનું પણ માનવું છે કે, અત્યારના સમયમાં રિઅલ એસ્ટેટ બજારમાં મોટાપાયે રોકડની તંગી છે. ત્યારે રિઅલ એસ્ટેટમાં આ નિર્ણયની કોઈ અસર થશે નહીં.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર