અમદાવાદ પોલીસ કમિશ્નર અને આરોગ્ય અધિકારીઓએ ખાડિયાની મુલાકાત લીધી

Webdunia
સોમવાર, 4 મે 2020 (13:43 IST)
હેરમાં 2 મેની સાંજથી લઈ 3 મેની સાંજ સુધીમાં કોરોનાના 274 નવા કેસ નોંધાયા છે અને 23 દર્દીના મોત થયા છે. જ્યારે 71 દર્દીને રજા આપવામાં આવી છે. આ સાથે જ કુલ દર્દી 3817 થયા છે અને મૃત્યુઆંક 208એ પહોંચ્યો છે. શહેર પોલીસ કમિશનર આશિષ ભાટિયા ખાડીયાની મુલાકાતે  પહોંચ્યા છે. ખાડિયામાં પણ કોરોનાના 375 કેસ હોવાથી ઉચ્ચ અધિકારીઓ સાથે વિસ્તારની મુલાકાત લીધી હતી. પોલીસ કમિશનર સાથે આરોગ્ય વિભાગના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. જ્યાં તેઓએ લોકડાઉન અને પોઝિટિવ કેસોની સ્થિતિની સમીક્ષા કરી હતી. કોરોના કેપિટલ અમદાવાદ શહેરને અડીને આવેલા અને જિલ્લામાં ગણાતા બોપલમાં દરરોજ પોઝિટિવ કેસ વધી રહ્યા છે. મોડી રાતે બોપલમાં 4 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. બોપલ સરકારી ટ્યુબવેલ પાસે આવેલઈ સ્ટાર બજાર અને સંગીતા હોસ્પિટલમાં કામ કરતા વ્યક્તિને કોરોના પોઝિટિવ આવ્યો છે. જ્યારે મોરલ અને પ્રતીક્ષા એપાર્ટમેન્ટમાં પણ એક એક વ્યક્તિનો કોરોના પોઝિટિવ આવ્યો છે. સ્ટાર બજારમાં કામ કરતા કર્મચારીને કોરોના પોઝિટિવ આવતા સ્ટાર બજારને 14 દિવસ માટે બંધ કરી દેવામાં આવ્યું છે. તમામ સ્ટાફ અને ગત અઠવાડિયામાં સ્ટાર બજારમાં આવનાર ગ્રાહકોનો કોરોનાનો ટેસ્ટ કરાવવામાં આવશે. ઉપરાંત રાતે સંગીતા હોસ્પિટલમાં પણ નોકરી કરતો હોવાથી હોસ્પિટલમાં પણ લોકોના સંપર્કમાં આવ્યો હોવાથી તેઓનો પણ કોરોના ટેસ્ટ કરવામાં આવશે. સ્ટાર બજાર અને તેની આસપાસના વિસ્તારમાં સેનિટાઈઝની પ્રક્રિયા કરવામાં આવશે. ધોળકામાં 3, બોપલમાં 4 અને ઈન્દીરાનગરમાં 1 મળી કુલ 8 કેસ નોંધાતા જિલ્લામાં પોઝિટિવ કેસનો આંકડો 54 પર પોહચ્યો છે.  અમદાવાદ જિલ્લામાં કેસોની સંખ્યામાં અચાનક જ વધતાં તંત્રમાં ચિંતા વધી છે.
 

સંબંધિત સમાચાર

Next Article