કોરોના વાઇરસ : વિદેશમાંથી ભારતીયોને મફત લાવી શકાય તો મજૂરો માટે ભાડું કેમ? : સોનિયા ગાંધી

સોમવાર, 4 મે 2020 (11:12 IST)
કૉંગ્રેસનાં પ્રમુખ સોનિયા ગાંધીએ પ્રવાસી મજૂરોને પોતાના ગૃહરાજ્યમાં છોડવા માટે રેલવે દ્વારા કરાઈ રહેલી ભાડાની વસૂલાતનો વિરોધ કર્યો છે.
 
સોનિયા ગાંધી દ્વારા જાહેર કરાયેલા નિવેદનમાં જણાવાયું છે કે પ્રદેશ કૉંગ્રેસ સમિતિનાં તમામ એકમ જરૂરિયાતવાળા મજૂરોને ઘરે પરત ફરવા માટે રેલવેની ટિકિટ આપશે.
 
સોનિયા ગાંધીએ કેન્દ્રની મોદી સરકાર પર હુમલો કરતાં જણાવ્યું, "મજૂરો રાષ્ટ્રનિર્માણના દૂતો હોય છે. આપણે વિદેશમાં ફસાયેલા ભારતીયોને આપણી ફરજ ગણીને મફતમાં પરત લાવી શકીએ છીએ. ગુજરાતમાં માત્ર એક કાર્યક્રમ માટે સરકારી ખજાનામાંથી 100 કરોડ ખર્ચ કરી શકીએ છીએ. રેલ મંત્રાલય કોરોના ફંડમાં 151 કરોડ રૂપિયા આપી શકે છે. તો પછી મજૂરોને મફતમાં ઘરે કેમ પહોંચાડી ના શકાય?"
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર