- માર્ગશીર્ષ મહિનામાં પડનારી અમાસને મૌની અમાસ કહે છે
- મૌની અમાસના દિવસે ગંગા સ્નાનનુ સૌથી વધુ મહત્વ છે
Mauni Amavasya 2024: હિન્દુ ધર્મમાં ઘણી બધી તિથિઓ હોય છે અને દરેક કોઈનું પોતાનુ મહત્વ હોય છે. તેમાથી એક છે અમાસ. માગશર મહિનામાં પડનારી કૃષ્ણ પક્ષની અમાસ તિથિને મૌની અમાસ કહે છે. પૌરાણિક કથાઓ મુજબ આ દિવસે મનુ ઋષિનો જન્મ થયો હતો. આ દિવસે ભગવાન શિવ અને ભગવાન વિષ્ણુની પૂજા કરવાનુ ખૂબ સારુ માનવામાં આવે છે.
ક્યારે છે મૌની અમાવસ્યા ?
પંચાગ મુજબ વર્ષ 2024માં મૌની અમાવસ્યા તિથિની શરૂઆત 9 ફેબ્રુઆરીના રોજ સવારે 8.02 પર રહેશે અને બીજા દિવસે એટલે કે 10 ફેબ્રુઆરીના રોજ સવારે 4:28 પર સમાપ્ત થઈ જશે. જેને કારણે 9 ફેબ્રુઆરીના રોજ મૌની અમાવસ્યા ઉજવાશે.
મૌની અમાસનુ મહત્વ
- મૌની અમાસના દિવસે પવિત્ર નદીઓમાં ડૂબકી લગાવવાથી શુભ ફળોની પ્રાપ્તિ થાય છે. મૌની અમાસના દિવસે ગંગા સ્નાનનુ સૌથી વધુ મહત્વ છે. ઉત્તર પ્રદેશ પ્રયાગરાજમાં આ દિવસે હજારોની સંખ્યામાં ભક્તગણ સંગમમાં સ્નાન કરવા એકત્ર થાય છે. બીજી બાજુ જે લોકો કોઈ પવિત્ર નદીમાં સ્નાન નથી કરી શકતા તેઓ ઘરના પાણીમાં ગંગાજળ મિક્સ કરીને સ્નાન કરે છે.
- મૌની અમાસના દિવસે સ્નાન સાથે પૂજા-પાઠ અને દાન કરવાથી હજારો ગણુ અધિક પુણ્ય ફળ મળે છે. આ દિવસે સૂર્ય દેવને દૂધ અને તલ સાથે અર્ધ્ય આપવાથી દરેક મનોકામના પૂરી થાય છે.
- આ ઉપરાંત મૌની અમાસના દિવસે પિતરોને તર્પણ કરવાથી પૂર્વજ પ્રસન્ન થાય છે અને તેમનો આશીર્વાદ મળે છે.
રાખવુ જોઈએ મૌન વ્રત ?
અમાસના દિવસે ચંદ્ર દેખાતો નથી જેને કારણે માનસિક સ્થિતિ ખરાબ થઈ શકે છે. એવુ કહેવાય છે કે આ દિવસે મૌન રહેવાથી માનસિક સ્થિતિ યોગ્ય રહી શકે છે અને મન નબળુ પડતુ નથી. પૌરાણિક કથાઓ મુજબ આ દિવસે ઋષિની જેમ મૌન રહેવુ જોઈએ અને કડવા વેણથી બચવુ જોઈએ. આવુ કરવાથી સારુ પરિણામ મળે છે. મૌની અમાસ પર ભગવાન શિવ અને વિષ્ણુજીની પૂજા કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે.
દાન કરવુ હોય છે શુભ
મૌની અમાસના દિવસે કેટલીક વસ્તુઓનુ દાન કરવાથી દેવતાઓ અને પિતરોના આશીર્વાદ કૃપા કાયમ રહે છે. આ દિવસ તલ
ચોખા
તલના લાડુ
વસ્ત્ર
આમળા
તલનુ તેલ
ધન વગેરે દાન કરવાથી કુંડળીમાંથી પિતૃ દોષ સમાપ્ત થાય છે.