દિવાળી આવવામાં હવે થોડા દિવસો છે પણ જો તમે ઈચ્છો તો દિવાળી પહેલા જ માં લક્ષ્મીને પ્રસન્ન કરી શકો છો. કારણ કે દિવાળી પહેલા એક ખાસ રાત આવે છે જેને શરદ પૂર્ણિમાની રાત કહેવાય છે.
આ રાતે માં લક્ષ્મી ભગવાન વિષ્ણુ સાથે ચમકતી ચાંદનીમાં પુથ્વીભ્રમણ માટે નીકળે છે. આથી કહેવાય છે કે શરદ પૂર્ણિમાની રાતે જે ઉંઘે છે તે ગુમાવે છે અને જે જાગે છે તે સંપતિ મેળવે છે.
webdunia gujarati ના સરસ નવા Video જોવા માટે webdunia gujarati youtube પર કિલ્ક કરો અને Subscribe કરો .
શાસ્ત્રો મુજબ શરદ પૂર્ણિમા દેવી લક્ષ્મીનો જ્ન્મદિવસ છે આથી આ દિવસે લક્ષ્મીની પૂજા કરવી જોઈએ. દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે આ રાતે જળ સિંઘારા ,બતાશા ,ખીર ,મખાણા અને લાડૂનો નૈવૈદ્ય લગાવવો જોઈએ.
એક માન્યતા છે કે શરદ પૂર્ણિમાની ધોળી ચાંદની રાતમાં જે ભગવાન વિષ્ણુ સહિત દેવી લક્ષ્મી અને તેના વાહનની પૂજા કરે છે ,દેવી લક્ષ્મી તેના પર કૃપા કરે છે.
શરદ પૂર્ણિમાના વિષયમાં એવી માન્યતા આ પણ છે કે ભગવાન શિવ અને પાર્વતીના પુત્ર કાર્તિકેયનો જ્ન્મ પણ શરદ પૂર્ણિમાના દિવસે થયો હતો. તેથી જ તેમને કુમાર પૂર્ણિમા પણ કહેવાય છે. પશ્ચિમ બંગાળ અને ઉડીસામાં આ દિવસે કુમારી ક્ન્યાઓ સવારે સ્નાન કરીને સૂરજ અને ચન્દ્ર્માની પૂજા કરે છે. અહી એવી માન્યતા છે કે આવુ કરવાથી તેમને યોગ્ય પતિ મળે છે.
જ્યોતિષશાસ્ત્ર મુજબ શરદ પૂર્ણિમાના દિવસે વૃદ્ધિ નામક યોગ બન્યો છે જેના સાથે સ્વાર્થ સિદ્ધિ યોગ પણ છે. આ બન્ને જ યોગ શુભ ફળદાયી માન્યા છે. આ યોગોમાં દેવી લક્ષ્મીની પૂજા અને નવા કામને શરૂ કરવા ધન-વૃદ્ધિ કારક ગણાય છે.
શાસ્ત્રોમાં જણાવ્યું છે કે શરદ પૂર્ણિમાની રાતે જે માણસ જાગરણ કરીને ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીની પૂજા અને કીર્તન કરે છે તેની કુંડળીમાં ધન યોગ નહી હોવાં છતાંય માતા તેને ધનવાન બનાવી દે છે.