સફલા એકાદશી - જાણો શુ કરવુ શુ નહી

Webdunia
શુક્રવાર, 8 જાન્યુઆરી 2021 (16:49 IST)
પોષ મહિનાના શુક્લ પક્ષની અગિયારસને સફલા એકાદશી કહેવામાં આવે છે. આ વર્ષે 2021 માં સફલા એકાદશી નવ જાન્યુઆરીના રોજ શનિવારે આવી રહી છે. પોષ મહિનામાં પડવાને કારણે આને પોષ એકાદશી પણ કહે છે  આ દિવસે ભગવાન વિષ્ણૂની પૂજા કરવાનુ વિધાન છે. માન્યતા છે કે આ દિવસે વ્રત અને પૂજન કરવાથી બધી મનોકામનાઓ પૂરી થાય છે.  આ વ્રતને જે મનુષ્ય નિયમ અને સાચા હ્રદયથી કરે છે તેને સફળતા અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. 
 
એકાદશી તિથિનો પારણનો સમય 
 
એકાદશી તિથિની શરૂઆત 8 જાન્યુઆરી એટલે કે શુક્રવારે રાત્રે 9 વાગીને 40 મિનિટથી થશે અને 
તેનુ સમાપન - 9 જાન્યુઆરી 2021 એટલે શનિવારે રાત્રે 07 વાગીને 15 મિનિટે થશે. 
જો તમે વ્રતના પારણ કરવા માંગતા હોય તો પારણનો સમય 10 જાન્યુઆરી એટલે કે દ્વાદશી તિથિના રોજ સવારે 7 વાગીને 15 મિનિટથી 9 વાગીને 21 મિનિટ સુધી કુલ 2 કલાકનો રહેશે. 
 
 
આવો જાણીએ સફલા એકાદશીના દિવસે શુ ન કરવુ જોઈએ - 
 
- શાસ્ત્રો મુજબ્ એકાદશીના દિવસે ચોખા કે ચોખાથી બનેલી વસ્તુઓનુ સેવન ન કરવુ જોઈએ. આ માસનુ સેવ ન કરવા સમાન હોય છે.  એવુ કહેવાય છે કે એકાદશીના દિવસે ચોખાનુ સેવન કરનારા મનુષ્ય સાપ કે ગરોળી જેવા જંતુના રૂપમાં જન્મ લે છે. 
 
- એકાદશી તિથિ ખૂબ જ શ્રેષ્ઠ અને પવિત્ર તિથિ માનવામાં આવી છે. આ દિવસે માંસ મદિરા અને કોઈપણ નશીલી વસ્તુનુ સેવન ન કરવુ જોઈએ. એકાદશી તિથિએ સંપૂર્ણ બ્રહ્મચર્યનુ પાલન કરવુ જોઈએ. 
 
- આ દિવસે કોઈની સાથે પણ વાદ વિવાદ ન કરો. કોઈની નિંદા ન કરો અને ન તો કોઈને માટે અપશબ્દ કહો. 
 
આ દિવસે મોડા સુધી કે બપોર સુધી કે આળસુની જેમ પડ્યા ન રહેવુ જોઈએ. કે ન તો સાંજે સુવુ જોઈએ. 
 
- એકાદશીના દિવસે તુલસી પણ ન તોડવી જોઈએ. કારણ તુલસી વિષ્ણુને પ્રિય હોય છે તુલસી તોડવાથી વિષ્ણુદેવ નારાજ થઈ શકે છે. 
 
આવો જાણીએ એકાદશીએ શુ કરવુ 
 
- એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુનુ સાચા હ્રદયથી પૂજન કરવુ જોઈએ.  વિષ્ણુને એકાદશી પ્રિય છે. એકાદશીએ તેમની પૂજા  કરીને તેમનો આશીર્વાદ મેળવી શકાય છે. 
 
એકાદશી તિથિના રોજ બની શકે તો વ્રત જરૂર કરવુ જોઈએ. એવુ કહેવાય છે કે એકાદશીનુ વ્રત કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. 
 
 
- એકાદશીએ ગરીબ લોકોની મદદ કરવી જોઈએ જો તમે મદદમાં કંઈ વધુ ન કરી શકો તો ગરીબને અનાજ કે ભોજનનુ દાન કરી શકો છો 
- જે લોકોના લગ્ન થવામાં સમસ્યા આવી રહી છે તેમને એકાદશીના દિવસે કેસર, હળદર અને કેળા વગેરેનુ દાન કરવુ જોઈએ. 

સંબંધિત સમાચાર

Next Article