ઉત્તરાયણ પર 108 સેવાની 622 એમ્બ્યુલન્સ અને 4 હજારનો સ્ટાફ ખડેપગે રહેશે. પક્ષીઓ માટે 37 કરૂણા એમ્બ્લ્યુલન્સ પણ કાર્યરત કરાઈ

શુક્રવાર, 8 જાન્યુઆરી 2021 (15:37 IST)
કોરોના સંક્રમણ દરમિયાન ઉત્તરાયણનો તહેવાર ઉજવાઈ રહ્યો છે. ત્યારે તેને લઈને તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે. ઉત્તરાયણને લઈને 108 ઈમરજન્સી સેવા પણ લોકોની સેવામાં સજ્જ કરી દેવામાં આવી છે. ઉત્તરાયણને લઈને 108 ઈમરજન્સી સેવામાં 622 એમ્બ્યુલન્સ અને 4 હજારનો સ્ટાફ ખડેપગે રહેશે. પક્ષીઓ માટે 37 કરૂણા એમ્બ્લ્યુલન્સ પણ કાર્યરત કરવામાં આવી છે. 2021ની ઉત્તરાયણને લઈને છેલ્લા 10 વર્ષના ડેટા વિશ્લેષણ કરવામાં આવ્યું છે અને તે મુજબ 108 એબ્યુલન્સની ફાળવણી કરતા હોય છે. નોર્મલી રીતે દરરોજ 2000 કોલ આવતા હોય છે, જે ઉત્તરાયણના દિવસે 24 ટકા અને વાસી ઉત્તરાયણના દિવસે 17 ટકાનો વધારો થાય છે. જેમાં મોટા ભાગના કેસોમાં અકસ્માત થવાથી ઇજા અને દોરી વાગવાના બનાવો સામે આવતા હોય છે. જેના લીધે 622 એબ્યુલન્સ, 4 હજાર સ્ટાફ ઉત્તરાયણને લઈને ખડેપગે રહેશે. પતંગ ચગાવવા દરમ્યાન પક્ષીઓને પણ ઇજા થાય છે. પક્ષીઓને ઇજા થાય તેની મદદ માટે કરુણા એમ્બ્લ્યુલન્સ અભિયાન પણ કાર્યરત કરવામાં આવશે. એનિમલ ઇન્જર્ડના 14મી અને 15મી તારીખે વધારે કોલ જોવા મળે છે. હાલ 37 કરુણા એબ્યુલન્સ પક્ષીઓની સેવામાં છે, પરંતુ ઉત્તરાયણને લઈને 50થી વધુ એબ્યુલન્સ કરુણા અભિયાન માટે કરવામાં આવશે. કોરોના મહામારીમાંથી ગુજરાત અને તેમાં અમદાવાદ હવે 108 અને 104 પર કોલ મળે છે. સીઓઓ, ઈમરજન્સી રિસર્ચ અને મેનેજમેન્ટે ઈસ્ટિ ટયુટ, નરોડાના જશવંત પ્રજાપતિએ જણાવ્યું હતું કે, અમો 108 ઈમરજન્સી રીસપોન્સસ સેન્ટપર તહેવારોની સીઝનનાં કારણે અપેક્ષિત વધતી ઈમજરન્સીને પ્રતિસાદ આપવા સક્ષમ છે. અમો વધારાની સંખ્યાવમાં ઈમરજન્સી ઓફીસર અને ડોક્ટ્રોની હાજરીથી વધુ કોલ્સસને પ્રતિસાદ આપી શકીએ છીએ. આ તહેવાર આપણાં સૌનાં માટે સલામત રહે તેવી શુભેચ્છા પાઠવીએ છીએ, પરંતુ જો કોઈ ઈમરજન્સી હોય તો યાદ રાખજો કે 108 સેવા વિના મુલ્યે અને એક ફોન કોલથી મળી શકે તેમ છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર