હિન્દુ ધર્મમાં કોઈપણ પૂજા મંત્ર ઉચ્ચારણ વગર અધૂરી માનવામાં આવે છે. તેથી પૂજનમાં મંત્રોનો જાપ કરવો મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ખાસ કરીને વાત જો શિવપૂજાની હોય તો માનવામાં આવે છે કે જો વ્યક્તિ ભોલેનાથની પૂજા ન પણ કરી શકે તો ફક્ત શિવના મંત્રોથી જ તેનુ તેને પુરૂ ફળ પ્રાપ્ત તહી શકે છે. આ ઉપરાંત વ્યક્તિ જો સોમવારનુ વ્રત કરે છે તો મંત્રો સાથે પૂજા કરવાથી તે ભગવાન શિવની કૃપાનો પાત્ર બની શકે છે.
નામાવલી મંત્ર
શિવજીને પ્રસન્ન કરી તેની કૃપા પ્રાપતિ માટે સોમવારની પૂજા દરમિયાન આ નામાવલી મંત્રોનુ ઉચ્ચારણ કરો અને તે ઉપરાંત આ દિવસે કોઈપણ સમયે 108 વાર તેનો જાપ જરૂર કરો. જો તેમા ઉપરાંત કે દિવસમં કોઈપણ સમય 108 વાર તેનો જાપ જરૂર કરો. જો સમગ્ર મહિના દરમિયાન તેની નિયમિત રૂપથી સવારે અને સાંજે તેનો 108 વાર જાપ કરો તેઓ વધુ સારુ છે. પૂજા પછી ભગવાન શિવના આ નામાવલી મંત્રો સાથે તેનુ ધ્યાન કરવુ શિવજીને પ્રસન્ન કરવા છે.
શ્રી શિવાય નમ:
શ્રી શંકરાય નમ:
શ્રી મહેશ્વરાય નમ:
શ્રી સાંબસદાશિવાય નમ:
શ્રી રૂદ્રાય નમ:
ૐ પાર્વતીપતયે નમ:
ૐ નમો નીલકળ્ઠાય
પંચાક્ષરી મંત્ર ને શિવ ગાયત્રી મંત્ર
ભગવાન શિવને પ્રસન્ન કરવાનો સૌથી સરળ ઉપાય છે પંચાક્ષરી મંત્ર "ૐ નમ: શિવાય" નો જાપ. આ ઉપરાંત "ૐ"ને સુષ્ટિનો સાર માનવામાં આવે છે. શ્રવણમા ફક્ત તેના જાપ માત્રથી પણ શિવજી પ્રસન્ન થાય છે. આ ઉપરાંત શિવ ગાયત્રી મંત્રનો જાપ બધી મનોકામના પૂર્ણ કરે છે.