માઘ મહિનાના શુક્લ પક્ષની એકાદશીની તારીખમાં જયા એકાદશીનો વ્રત રાખવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે જે વ્યક્તિ આ વ્રતનું પાલન કરે છે તેને મૃત્યુ પછી ભૂત, પ્રેત અને પિશાચની યોનિમાંથી મુક્તિ મળે છે. આ વખતે આ એકાદશી 23 ફેબ્રુઆરી 2021 ના છે. ઉલ્લેખનીય છે કે એકાદશી વ્રતના નિયમ દશમીની રાતથી જ શરૂ થાય છે. ગરુડ પુરાણમાં એકાદશી વ્રતનું મહત્વ પણ જણાવવામાં આવ્યું છે. એવું કહેવામાં આવે છે કે જે લોકો એકાદશી વ્રત કરે છે તેમને ભગવાન વિષ્ણુની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. એકાદશી પર રાત્રી જાગરણનું ખૂબ મહત્વ છે.
આ દિવસે સવારથી જ ભગવાન વિષ્ણુનો પાઠ કરવો જોઈએ. તમે આ વ્રતમાં ફળાહાર કરી શકો છો. વ્રતમાં ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા માટે વિષ્ણુશહસ્રનામનો પાઠ કરો. એકાદશીના દિવસે ભૂલથી પણ ચોખાનુ સેવન ન કરવુ જોઈએ.