Gaja Lakshmi Vrat 2023: જીવનમાં સુખ સમૃદ્ધિ કાયમ રાખવી હોય તો કરો 16 દિવસનુ આ વ્રત, જાણો તિથિ શુભ મુહૂર્ત અને મહત્વ

Webdunia
શુક્રવાર, 22 સપ્ટેમ્બર 2023 (12:34 IST)
gaj laxmi vrat
ભાદ્રપદ માસના શુક્લ પક્ષની અષ્ટમી તિથિથી મહાલક્ષ્મી વ્રતનો પ્રારંભ થાય છે.
ઓછામાં ઓછા 16 દિવસ સુધી મહાલક્ષ્મી વ્રત રાખવામાં આવે છે 
 
 Gaja Lakshmi Vrat  2023:  હિંદુ પંચાગ મુજબ, ભાદરવા મહિનાના શુક્લ પક્ષની અષ્ટમી તિથિથી મહાલક્ષ્મી વ્રત શરૂ થાય છે. આ વ્રત ગણેશ ચતુર્થીના ચોથા દિવસથી શરૂ થશે.  ધાર્મિક માન્યતાઓ અનુસાર, મહાલક્ષ્મી વ્રત ઓછામાં ઓછા 16 દિવસ સુધી મનાવવામાં આવે છે અને અશ્વિન મહિનાના કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિ પર સમાપ્ત થાય છે. એવું માનવામાં આવે છે કે આ વ્રતનું યોગ્ય રીતે પાલન કરવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે અને સાધકની તમામ મનોકામનાઓ પૂર્ણ કરે છે. ચાલો જાણીએ, મહાલક્ષ્મી વ્રત ક્યારે શરૂ થાય છે, શુભ મુહુર્ત  અને મહત્વ?
 
મહાલક્ષ્મી વ્રત 2023 તારીખ
હિંદુ પંચાગ મુજબ ભાદરવા મહિનાના શુક્લ પક્ષની અષ્ટમી તિથિ 22 સપ્ટેમ્બરના રોજ બપોરે 01:35 વાગ્યાથી શરૂ થશે અને આ તિથિ 23 સપ્ટેમ્બરે રાત્રે 12:17 વાગ્યે સમાપ્ત થશે. આવી સ્થિતિમાં મહાલક્ષ્મી વ્રત 22 સપ્ટેમ્બર 2023 શુક્રવારથી શરૂ થશે. સાથે જ ભાદરવા મહિનાના કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિ 06 ઓક્ટોબર 2023, શુક્રવારે આવી રહી છે, જેના કારણે આ દિવસે મહાલક્ષ્મી વ્રત સમાપ્ત થશે.
 
મહાલક્ષ્મી વ્રત પૂજા વિધિ નિયમ 
 
ઉલ્લેખનીય છે કે આ ગજલક્ષ્મી વ્રત ભાદરવા મહિનાના કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિ સુધી રાખવામાં આવે છે. આ વર્ષ સંપૂર્ણ મહાલક્ષ્મી વ્રતનો સમય 15 દિવસ સુધી રાખવામાં આવશે.  આ દરમિયાન વ્રત કરનારી મહિલાઓએ 15 દિવસ સુધી વિધિપૂર્વક મા લક્ષ્મીની ઉપાસના કરે અને વ્રતના નિયમોનુ કડક રીતે પાલન કરે. વ્રતના અંતિમ દિવસે એક વસ્ત્રનો મંડપ બનાવે અને તેમા લક્ષ્મીજીની પ્રતિમા સ્થાપિત કરે. ત્યારબાદ પ્રતિમાને પંચામૃતથી સ્નાન કરાવે અ ને વિધિપૂર્વક ઉપાસના કરે. માતા લક્ષ્મીને ચંદન પુષ્પ ચોખા દુર્વા, લાલ દોરો, સોપારી નારિયળ, ફળ વગેરે અર્પિત કરો. સાથે જ પૂજાના અંતમા કોઈ બ્રાહ્મણ કે ગરીબને ભોજન કરાવો અને તમારી શક્તિ મુજબ દક્ષિણા આપીને તેને તમારા ઘરેથી વિદાય આપો.   
 
મહાલક્ષ્મી વ્રતનુ મહત્વ 
 
ધાર્મિક માન્યતાઓ મુજબ જે કોઈ સફળતાપૂર્વક 15 દિવસ સુધી મહાલક્ષ્મી વ્રતનુ પાલન કરે છે. તેમના જીવનમાં સુખ અને સમૃદ્ધિનો આશીર્વાદ કાયમ રહે છે. સાથે જ મા લક્ષ્મીની કૃપા સદેવ બની રહે છે અને ઘરમાં આર્થિક સંકટ આવતુ નથી.  આ સાથે જ આ દરમિયાન કરવામાં આવેલી ઉપાસનનાનુ સાધકને પૂર્ણ ફળ પ્રાપ્ત થાય છે. 

સંબંધિત સમાચાર

Next Article