Akshaya Tritiya 2021 Date- ક્યારે છે અક્ષય તૃતીયા જાણો તિથિ અને મૂહૂર્ત અને મહત્વ

Webdunia
બુધવાર, 5 મે 2021 (18:59 IST)
અક્ષય તૃતીયાને લગ્ન, ગૃહ પ્રવેશ, નવો વ્યાપાર, ધાર્મિક અનુષ્ઠાન અને પૂજા પાઠ માટે સર્વશ્રેષ્ઠ તિથિ ગણાય છે. સોનુ ખરીદવા માટે આ ખૂબ સર્વશ્રેષ્ઠ દિવસ ગણાય છે. 
 
અક્ષય તૃતીયા 14 મે 2021 શુક્રવારના દિવસે પડી રહી છે. હિંદુ પંચાગના મુજબ દર વર્ષે આ તહેવાર વૈશાખ મહિનાની શુક્લ પક્ષની તૃતીયા તિથિ પર અક્ષય તૃતીયાનો પર્વ ઉજવાય છે. શાસ્ત્રો મુજબ બધા પાપોના નાશ કરનારી અને બધા સુખ આપનારી શુભ તિથિ છે. આ તિથિ પર કરેલ કોઈ પણ શુભ કાર્ય જરૂર સફલ હોય છે. તેથી અક્ષય તૃતીયાને ગૃહ પ્રવેશ, નવો વ્યાપાર, ધાર્મિક અનુષ્ઠાન અને પૂજા પાઠ માટે સર્વશ્રેષ્ઠ તિથિ ગણાય છે. સોનુ ખરીદવા માટે આ ખૂબ જ શ્રેષ્ઠ દિવસ ગણાય છે. 
 
અક્ષય તૃતીયાનો શુભ મૂહૂર્ત 
તૃતીયા તિથિની શરૂઆત- 14 મે 2021ને સવારે 5 વાગીને 38 મિનિટથી 
તૃતીયા તિથિનો સમાપન- 15 મે 2021ને સવારે 7 વાગીને 59 મિનિટ સુધી 
 
અક્ષય તૃતીયા પૂજાનો શુભ મૂહૂર્ત સવારે 5 વાગીને 38 મિનિટથી બપોરે 12 વાગીને 18 મિનિટ સુધી 
 
સમય- 6 કલાક 40 મિનિટ 
અક્ષય તૃતીયાનો મહત્વ 
શાસ્ત્રોમાં અક્ષય તૃતીયાના શુભ કાર્યો માટે અબૂઝ મૂહૂર્તના રૂપમાં જોવાય છે. અક્ષય તૃતીયા પર દેવી લક્ષ્મીની ખાસ પૂજા કરાય છે. દેવે લક્ષ્મીની સાથે આ દિવસે ભગવાન વિષ્ણુની પણ પણ પૂજા હોય છે. અક્ષય તૃતીયા પર પૂજા કરવાથી શુભ ફળની પ્રાપ્તિ હોય છે. અક્ષય તૃતીયાના દિવસે જ ભગવાન પરશુરામનો જન્મ થયુ હતો. માનવુ છે કે મહર્ષિ વેદ વ્યાસએ અક્ષય તૃતીયાના દિવસથી મહાભારત લખવુ શરૂ કર્યો હતો. તે સાથે જ સતયુગ, દ્વાપર અને ત્રેતાયુગની શરૂઆતની ગણના અક્ષય તૃતીયાથી માનવામાં આવ્યુ છે. 
 
 

સંબંધિત સમાચાર

Next Article