શુ તમે પણ થૂંક લગાવીને પૈસા ગણો છો તો ચેતી જાવ...

Webdunia
ગુરુવાર, 19 મે 2022 (18:27 IST)
હિન્દુ ધર્મના ગ્રંથો મુજબ ધનનો સંબંધ દેવી લક્ષ્મી સાથે છે. શાસ્ત્રોમાં તેને ધનની દેવી બતાવી છે. ત્ગો બીજી બાજુ જ્યોતિષ બતાવે છે કે તેમની પૂજા અર્ચનાથી જ વ્યક્તિને પોતાના જીવનમાં ધન ધાન્યની પ્રાપ્તિ થાય છે. એવુ કહેવાય છે કે જ્યા શાસ્ત્રોમાં એક બાજુ તેમને પ્રસન્ન કરવાના ઉપાય, સંકેત બતાવ્યા છે તો બીજી બાજુ તેમા એ વાતો વિશે માહિતી આપવામાં આવી છે જેનાથી દેવી લક્ષ્મી રિસાય જાય છે. જી હા શાસ્ત્રોમાં બતાવ્યુ છે કે જો કોઈ જાતક પર દેવી લક્ષ્મી ક્રોધિત થઈ જાય તો તેના જીવનમાંથી ધન ધાન્ય હંમેશા માટે ચાલ્યા જાય છે. હવ્વે તમે વિચારી રહ્યા હશો કે એવી કંઈ ભૂલો છે.  ઉલ્લેખનીય છે કે આ કોઈ બહુ મોટી ભૂલો નથી પરંતુ આપના દ્વારા કરવામાં આવનારી રોજબરોજની લાઈફમાં થઅનરી નાની મોટી ભૂલો છે. જેમાથી એક વિશે અમે તમને બતાવી રહ્યા છીએ . 
 
આપણે રોજબરોજ દિવસ દરમિયાન પૈસા સાથે કંઈક એવું કરતા રહીએ છીએ જેના વિશે આપણે પોતે પણ જાણતા નથી  અને લક્ષ્મીજી ગુસ્સે થઈને ચાલ્યા જાય છે. જો તમે ઈચ્છો છો કે લક્ષ્મીજીની કૃપા તમારા પર બની રહે તો નીચેની બાબતોનું ધ્યાન રાખો. તો ચાલો જાણીએ કઈ છે તે વસ્તુઓ-
 
- વાસ્તુ અનુસાર પર્સમાં નોટ અને પૈસાની સાથે ખાવાની વસ્તુઓ ક્યારેય ન રાખવી જોઈએ, એવું માનવામાં આવે છે કે આમ કરવાથી ધનનુ અપમાન થાય છે. 
- ક્યારેય કોઈ ગરીબને પૈસા કે રૂપિયા આપો તો ક્યારેય તે ફેંકીને ન આપશો. આવુ કરવાથી લક્ષ્મીજીનુ  અપમાન કરવા જેવુ થાય છે. તેથી હંમેશા પૈસા કે નોટ આરામથી હાથમાં આપો 
 
- ઘણીવાર એવું જોવા મળે છે કે મોટાભાગના લોકો વારંવાર આંગળીઓમાં થૂંક લગાવીને નોટો ગણે છે, જે વાસ્તુ અનુસાર યોગ્ય માનવામાં આવતું નથી. એવું માનવામાં આવે છે કે આવું કરવાથી માતા લક્ષ્મીનું અપમાન થાય છે, તેથી નોટો ગણતી વખતે થૂંકને બદલે પાણી અથવા પાવડરનો ઉપયોગ કરવો જોઈએ.
 
- કેટલાક લોકો પોતાના માથા પર અથવા પલંગની બાજુમાં પૈસા રાખીને સૂઈ જાય છે, વાસ્તુ અનુસાર, આવું કરવું દેવી લક્ષ્મીનું અપમાન માનવામાં આવે છે. એવું કહેવાય છે કે લક્ષ્મીની ગૌરી અથવા ગોમતી ચક્રની સાથે પૈસા હંમેશા સ્વચ્છ જગ્યાએ, અલમારી અથવા તિજોરીમાં મુકવા જોઈએ.
 

સંબંધિત સમાચાર

Next Article